જો તમે શહેરમાં કોઇ અજાણી જગ્યા પર છો અને આપને શૌચાલયનો ઉપયોગ કરવો છે તો ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ આપને જણાવશે કે તમારી નજીકમાં ટોયલેટ ક્યાં છે. દૂર્ગમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ આ કવાયત શરૂ કરવામાં આવી છે. જે હેઠળ પ્રાઇવેટ કે પબ્લિક શૌચાલયની વ્યવસ્થાની જાણકારી ગૂગલ પર મળશે. શૌચાલયની સ્વચ્છતા અને સુગમતા પર ધ્યાન આપવામાં આવશે. આ માટે તમામ શૌચાલયને ગૂગલ ટોયલેટ લોકેટર એપ (મોબાઇલ એપ્લિકેશન)માં મેપિંગ કરી ફિડબેકની વ્યવસ્થા કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્રાઇવેટ અને પબ્લિક શૌચાલની સફાઇ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ શૌચાલયની જાળવણીમાં જોવા મળતી ખામીઓ, સફાઇ વ્યવસ્થાની કમી, શૌચાલયમાં ઉપસ્થિત કેર ટેકરનાં અનુચિત વ્યવહાર કે તેમાં પરિવર્તન લાવવાનાં ઉદ્દેશ્યથી 25 ફેબ્રુઆી સુધી આ અભિયાન ચલાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય શહેરી વિકાસ અભિકરણ દ્વારા જાહેર કરવામાં આવેલાં આદેશમાંક હેવામાં આવ્યું છે કે, શૌચાલયની સાફ-સફાઇ મામલે શેરી નાટકનું આોજન કરવી નાગરીકોનાં વ્યવહારમાં પરિવર્તન લાવવામાં આવશે. અને જાહેર શૌચાલયનાં ઉપયોગને વધારવા લોકોની માનસીકતા બદલવામાં આવશે. ખુલ્લામાં શૌચની પ્રક્રિયાને ઘટાડવામાં આવશે. શૌચાલયની સાફ સફાઇ માટે પ્રચાર પ્રસાર માટે

ફોટોગ્રાફ્સ, ટ્વટિર, યુટ્યુબ બેનર જેવાં પોસ્ટર્સ સહિતનાં અન્ય માધ્યમોથી પ્રદર્શિત કરવાનું નિર્દેશ પણ આપવામાં આવ્યાં છે.

ભિલાઇ નગર નિગમનાં મહાપૌર દેવેન્દ્ર યાદવનું આ વિશે કહેવું છે કે, ગુગલ લોકેટર એપમાં શહેરનાં પબ્લિક શૌચાલયની જાણકારી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સ્વચ્છતા મિશનથી જોડાયેલી ટીમે કામ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ ગુગલ લોકેટર એપ પર પણ જાણકારી જાહેર થવા લાગશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.