ડ્રાય ફ્રુટ્સ ખાવાના ફાયદા
કિસમિસમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે.
પલાળેલી કિસમિસ ખાવાથી શું ફાયદા થાય છે ?
હાડકાંને કેલ્શિયમ મળે છે :
કિસમિસ કેલ્શિયમથી ભરપૂર હોય છે. જો તમે કિસમિસને પલાળી રાખો અને તેને એક મહિના સુધી દરરોજ ખાઓ તો તે હાડકાને ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રદાન કરે છે. હાડકાં મજબૂત બને છે. તેમજ હાડકાનો દુખાવો પણ ઓછો થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે છે:
કિસમિસમાં વિવિધ પ્રકારના મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો તમે રોજ પલાળેલી કિસમિસ ખાશો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહેશો.
હિમોગ્લોબિન વધે છે :
કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. આ રીતે પલાળેલી કિસમિસ ખાવાથી હિમોગ્લોબિન વધે છે. સાથે જ લોહીની ઉણપ પણ પૂરી થાય છે. રોજ ખાલી પેટ કિસમિસ ખાવાથી તમે એનિમિયાથી પણ બચી શકશો.
ફાઈબર મળે છે:
જે લોકોને વારંવાર કબજિયાત, ગેસ અને એસિડિટીની ફરિયાદ રહે છે. તેમણે દરરોજ ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવી જોઈએ. તેનાથી તેમને તાત્કાલિક લાભ મળે છે. 15 દિવસની અંદર તેમને લાભ મળવા લાગશે. કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.