મહેસાણા સમાચાર
કડીમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરી યુવતીના કોન્ટેકમાં આવી સગીર યુવકે શારીરિક સંબંધ બાંધી તેનો વિડીયો બનાવી અન્ય બે મિત્રોને મોકલી આપ્યો. જેમાંથી એક યુવકે તે વિડિયો તેના ભાઈને મોકલી આપતા ભાંડો ફૂટ્યો છે .
કડી શહેર તેમજ તાલુકાની અંદર જ દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓ હવે નજીવી બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ફરી એકવાર દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા નથી જવા પામ્યો હતો જ્યાં સગીર યુવતી સાથે અલગ અલગ બે સગીર યુવકોએ સગીરયુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બંને યુવકો દ્વારા તેનો વિડીયો બનાવીને તેના એક મિત્રને મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં તે મિત્રએ સગીર યુવતીના ભાઈને મોકલી દેતા ભાંડો ફૂટતા પરિવારજનો હજમચી ગયા હતા અને કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ગુનો દાખલ કરાવ્યો હતો.
કડી શહેરી વિસ્તારમાં રહેતી પરિવાર સાથે રહેતી સગીર યુવતી આજથી એકાદ મહિના પહેલા કડી શહેરના સગીર યુવકના ઇસ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી જ્યાં બંનેનો સગીરી યુવતી તેમજ સગીર યુવકનો ધીરે ધીરે પ્રેમમાં પાંગળ્યો હતો સગીર યુવક અને સગીર યુવતીની ઇન્સ્ટાગ્રામમાં વાતચીત ચાલતી હતી અને ધીરે ધીરે વોટ્સઅપ અને ફોન ઉપર વાતચીત ચાલુ થઈ ગઈ હતી સગીર યુવક અને સગીર યુવતીએ વાતચીત કર્યા બાદ મળવાનું નક્કી કર્યું હતું
કડી શહેરમાં રહેતી સગીરા ગત રક્ષાબંધનના તહેવાર પહેલા સગીર યુવકના સંપર્કમાં આવી હતી અને પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને જણાય મળવાનું નક્કી કરતા સગીર યુવક સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી વિડીયો બનાવી તેના એક અન્ય સગીર યુવકને મોકલી આપ્યો હતો જે બાદ અન્ય સગીર યુવકે સગીર યુવતી ને સોશિયલ મીડિયા મારફતે તે વિડીયો મોકલી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ધાગધમકી આપતા ફરી એકવાર સગીર યુવતી સાથે અન્ય સગીર યુવકે દુષ્કર્મ આ કર્યું હતું
ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલી સગીર યુવતી સાથે બે સગીર યુવકે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો તે બાદ બંનેમાંથી એક સગીર યુવકે કડીના છત્રાલ રોડ ઉપર રહેતા આર્યન મહેન્દ્રભાઈને તે વિડિયો મોકલી આપતા આર્યને યુવતીના સોશિયલ મીડિયા મારફતે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું પરંતુ સગીર યુવતી આર્યનના તાંબે ન થતા આર્યને તે વિડીયો સગીર યુવતીના ભાઈને મોકલી દેતા પરિવાર હજમચી ગયો હતો જે બાદ સગીર વ્યક્તિના પરિવારજનો કડી પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.