સનાતન ધર્મ વિશે અપમાન સહન નહીં થાય અને અમારી નમ્રતા એ અમારી કાયરતા નથી. અમે એક રહીશું, નેક રહીશું અને રાષ્ટ્ર ચેતનાના અવરાધો માટે આવતા તમામ અવરોધને મિટાવી દેશું તેવી સિંહ ભૂમિ જુનાગઢમાં ગઈકાલે સંતોએ સનાતન ધર્મ ઉપર થતા વારંવારની અભદ્ર ટિપ્પણીઓ અને સનાતન ધર્મના થતા અન્યાય સામે સિંહ ગર્જના કરી હતી. તે સાથે આખા વિશ્વમાં સનાતનનો જયઘોષ થાય અને સમાધાન ન થાય તો જ ધર્મ માટે હથિયાર પણ ઉપાડવા છે તેવો રણકાર પણ સંત સંમેલનમાં વરિષ્ઠ સંતોએ કરી, 6 જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી અનેસનાતન ધર્મ સંરક્ષણની અમદાવાદ ખાતે કાર્યરત થનાર મુખ્ય સમિતિના અધ્યક્ષ પદે જગતગુરુ શંકરાચાર્યના નામની ઘોષણા પણ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં સંત સંમેલનમાં ધર્મરક્ષા માટે વિવિધ સમિતિઓની રચના: સંસ્કૃતિ પરનું આક્રમણ કોઈ કાળે ચલાવી નહીં લેવાઈ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ મહંત શેરનાથ બાપુના ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સનાતન ધર્મના હિતની રક્ષા કાજે સમગ્ર રાજ્યમાંથી આવેલા વરિષ્ઠ સંતો, આચાર્યની ઉપસ્થિતિ વચ્ચે જય જય ગિરનારીના જય ઘોષ સાથે ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને ચાપરડાના મહંત મુક્તાનંદ બાપુના અધ્યક્ષ સ્થાને એક બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મુક્તાનંદ બાપુએ પ્રમુખ સ્થાનેથી જણાવ્યું હતું કે, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ પ્રદેશના હોય પણ સનાતન ધર્મના સિદ્ધાંત વિરુધ્ધ જે લોકો વાતચીત કરી રહ્યા છે તે નિંદનીય બાબત છે. આ સાથે મંચ ઉપરથી ભારતીય સાધુ સમાજના પ્રમુખ અને સંત સંમેલનના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ એ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો, સાધુઓ સનાતન ધર્મની સમિતિના હેતુને સ્વીકારે અને અમારી સાથે આવે તો અમોને કોઈ વાંધો નથી. પરંતુ દેવી-દેવતાઓને નીચા દેખાડે, શાસ્ત્રો સાથે ચેડા કરે તે કદાપી ચલાવી નહીં લઈએ. સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ મુખ્ય સમિતિના અધ્યક્ષ જગતગુરુ શંકરાચાર્ય છે.
તેમની સાથે હાલ 41 સંતોનું નામકરણ થયું છે, જેમાં શેરનાથ બાપુ (જુનાગઢ), અવિચલદાસજી મહારાજ (સારસા), હરીગીરીજી મહારાજ (જુનાગઢ), ઇન્દ્રભારતીબાપુ (જૂનાગઢ), પરમાત્માનંદજી (રાજકોટ), દેવપ્રસાદ બાપુ (જામનગર), હરીહરાનંદ ભારતી બાપુ (જૂનાગઢ), કરશનદાસ બાપુ (પરબધામ), નિર્મળાબા (પાળીયાદ), વલકુબાપુ (ચલાલા), પ્રેરણા પીઠાધિશ્વર જ્ઞાનેશ્વરજી મહારાજ (પીરાણા), કનીરામબાપુ (દૂધરેજ), કૃષ્ણમણીજી (જામનગર), દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), મોહનદાસજી મહારાજ (અમદાવાદ), આત્માનંદ સરસ્વતીજી (બોટાદ), શિવરામ સાહેબ (મોરબી), લલિત કીશોરબાપુ (લિંબડી), રાજેન્દ્રદાસજી મહારાજ (રાજુલા), દુર્ગાદાસબાપુ (સાયલા), વિજયદાસબાપુ (સતાધાર), સ્વામી રાજરાજેશ્વરી ગીરી મહારાજ (અંકલેશ્વર), દ્વારકેશલાલજી મહારાજ (વડોદરા), જીણા રામ બાપુ (સિહોર), રામદાસજી મહારાજ (ખાખ ચોક જુનાગઢ), રાજેન્દ્ર ગીરીજી (પાટણ), રામદાસજી મહારાજ (સતરામ મંદિર નડીયાદ), શાન્તીગીરીજી (ઇડર), કિશનદાસજી મહારાજ (જુનાગઢ), શિવજી મહારાજ (વલસાડ), ગંગદાસજીબાપુ (ઉદાસી અખાડા), મહેન્દ્રગીરી બાપુ (જૂનાગઢ), સેવાનંદજી મહારાજ (ગોધરા), ભારદ્વાજ ગીરીજી મહારાજ (મહુવા ખુટવડા), વિરપુર જલારામધામ મનજીબાપા (બગદાણા), શંભુપ્રસાદ ટુડીયા (ઝાઝરકા), કૃષ્ણાનંદજી મહારાજ (કચ્છ), અવધકિશોર બાપુ (મોઢેરા), પિયુષબાવા (જુનાગઢ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.
કાયદાકીય સમિતિના વિજય પટેલ (સિનીયર એડવોકેટ, હાઇ કોર્ટ), આર.આર.ત્રિપાઠી (નિવૃત હાઈકોર્ટ જજ), દિલીપ ત્રિવેદી (વિહિપ અધ્યક્ષ રાષ્ટ્રિય લીગલ સમિતિ), ડો.વસંત પટેલ (સામાજિક અને કાયદાકીય નિષ્ણાત), ડો. વિજય દેશાણી (પૂર્વ ઉપકુલપતિ શિક્ષણવિદ્દ), ડો.કૌશિક ચૌધરી (પાલનપુર), કમલ રાવલ, ઓમપ્રકાશ સાંખલા (એડવોકેટ).
વ્યવસ્થા, આમંત્રણ સમિતિના ગોપાલદાસબાપુ, જાનકીદાસબાપુ, જગુબાપુ, યોગીનાથજી બાપુ, યોગ ગુરુ પ્રદીપજી (સુરત), ભક્તિરામ બાપુ (માનવ મંદિર, સાવરકુંડલા), ભક્તિ માતાજી સહિતનાનો સમાવેશ કરાયો છે.