બ્રહ્માકુમારી સંસ્થાના મોટિવેશનલ અને આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદી રાજકોટમાંત્રણ જગ્યા પર વક્તવ્ય ગોઠવવામાં આવ્યા છે તેઓ રાજકોટના બૌદ્ધિક લોકો માટે વિષય પર પણ એક વક્તવ્ય આપશે. ઉપરાંત ડોક્ટર વર્ગ સાથે પણ સંવાદ બાદ બ્રહ્માકુમારી પરિવારના લોકો સાથે પણ સંવાદ કર્યો હતો આજના તણાવપૂર્ણ જીવનમાં અનેકના જીવનમાં નવો પ્રકાશ પાથરનાર બ્રહ્માકુમારી શિવાની દીદી રાજકોટ આવી રહ્યા છે, અને તેમના ત્રણ વિશેષ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યા છે.
વર્તમાન તણાવ, ટેન્શન તેમજ નકારાત્મક તેમજ દોડધાન ભર્યા વાતાવરણમાં સકારાત્મક ચિંતન દ્વારા જીવનશૈલીનો સરળમાર્ગ બ્રહ્માકુમારીઝના આંતરરાષ્ટ્રીય જગતના સ્પીકર બી કે શિવાનીબેન ગુરુવારે સાંજે રાજકોટ પધાર્યા હતા. આજે આજે તેમના અનેક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ સવારે 7:00 થી 8:30 દરમિયાન રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે પ્લેક્સસ મેડિકેટ તથા બ્રહ્માકુમારીઝ ની મેડિકલ વિંગના સંલગ્ન અનુસંધાને ડોક્ટરો માટે આયોજિત SELF CARE AND COMPASSION કાર્યક્રમમાં 800 થી પણ વધારે ડોક્ટર મિત્રોને લાભ લીધો હતો
બ્રહ્માકુમારી સંસ્થાના મોટિવેશનલ અને આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદીના આત્મ જ્ઞાન અને કરૂણાના વિષય અધ્યાત્મિક વાર્તાલાપનો બહોળા પ્રમાણમાં ડોક્ટરોએ લાભ લીધો હતો
SELF CARE AND COMPASSION વિષય પર શિવાની દીદી એડોક્ટરો ને સકારાત્મક વિચારોના વાર્તાલાપમાં સાત મહત્વના અંશો કીધા હતા અને તે રાત્રિના સમયે સૂતા પહેલા ઓશીકા પાસે એક નોટબુક અને પેન રાખી અને ત્રણ મહિના સુધી સકારાત્મક વિચારોના અંશ લખવાથી મગજ પર ખાસ કરીને અસર થાય છે આપણા શરીરને સકારાત્મક ઉર્જા મળે છે અને તે જ વિચારોને સવારે ઊઠતા ની સાથે જ યાદ કરવા તેમજ હોસ્પિટલને સવારે જઈને 10 થી 15 મિનિટ મેડીટેશનમાં બેસવા નું કહેવામાં આવ્યું હતું જ્યારે હું ને અમે દ્વારા બદલવામાં આવે છે ત્યારે બીમારી પણ સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં ફેરવાય જાય તેમ જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરશો નહીં વાર્તાઓની હંમેશા ત્રણ બાજુ હોય છે
તમારું તેમનું અને સત્ય શિવાની દીદીના આવા ઘણા સકારાત્મક વિચારો નો ધોધ વહ્યો હતો આખો દિવસ કર્મયોગી બનો પરંતુ દિવસમાં 15 મિનિટ આપણા પોતાના માટે કાઢો નો એક સંકલ્પ લેવામાં લેવડાવવામાં આવ્યો હતો દરેક હોસ્પિટલમાં ખાસ કરીને શાકાહારી આહાર ની સલાહ આપવા માટેની સલાહ આપવામાં આવી હતી ઘરનું રસોડું કે હોસ્પિટલનું રસોડું હોય તેમાં હાય એનર્જી વર્ડ રસોડામાં રાખવા માટેના સૂચનો આપવામાં આવ્યા હતા દરેક ડોક્ટરોએ દર્દીઓને સતતને સતત સહકારાત્મક ઉર્જા આપવાથી દર્દીને પણ રાહત થાય છે તેમજ મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ એ જરૂરી નથી હોતો પરંતુ એક દેખાદેખી નો ભાગ બની ગયો છે બે વર્ષના બાળકથી લઈને મોટેરાઓને પણ મોબાઈલ એક જીવન આવશ્ય ચીજ બની ગઈ છે કોઈપણ ક્ષણ હોય તેમને કેમેરામાં કેદ કરવી જરૂરી માને છે પરંતુ તે ક્ષણનો પૂરેપૂરો આનંદ ત્યારે માણતા નથી પછી ફોટો માં જોઈ તેમને નિહાળે છે એના કરતા જ્યારે પણ કોઈ પણ ક્ષણ હોય તેમનો સુખદ અનુભવ ત્યારે જ માણવો વધારે હિતાવહ છે
રાજકોટના તમામ સેન્ટરોમાં ત્રણ દિવસ માટે મેડીટેશન સવારે 7 થી 8 અને રાત્રે 8:30 થી 9 સુધી ત્રણ દિવસ આયુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સિવાય પણ કોઈ પણ દિવસ અને કોઈપણ છે સમયે સેન્ટરે જઈને મેડીટેશન કરી શકે છે તેમ જ કોઈ પણ ડોક્ટરે તેમને હોસ્પિટલમાં મેડીટેશન નું આયોજન કરવું હોય તો પણ કોઈ પણ સેન્ટરમાં જઈને દીદીને જણાવવામાં આવશે તો તે આયોજન કરી આપશે તેમજ છેલ્લે શિવાની દીદી એ પાંચ મિનિટ મેડીટેશનમાં બેસાડ્યા બાદ પૂરું થયું હતું અને તેમણે કહ્યું હતું કે જે લોકો પોતાના સ્થળે મેડીટેશન પૂરું કરી ને જાય સ્થળે પહોંચે ત્યાં સુધી તારા રાખવું તેમ જ બ્રહ્મા કુમારી દીદી દ્વારા પ્રસાદ આપવામાં આવ્યો હતો.
આખો દિવસમાં સકારાત્મકઉર્જા આપવાની વાત કરવામાં આવી હતી તમે તમારા ખુદ ને જ સકારાત્મકઉર્જા આપવા થી તમને સામે સકારાત્મક વિચારો મળશે આ ઉપરાંત સવારે 10:00 થી 12:30 દરમિયાન રાજકોટના પ્રમુખ સ્વામી સભા ગૃહ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે આયોજિત બ્રહ્માકુમારીઝ પરિવારો સાથે જોડાયેલા 3000 થી પણ વધારે રાજયોગી ભાઈઓ અને બેહેનો સાથે “સમયની ઘંટી – સ્વયંની સેફટી ” વિષય પાર આધ્યાત્મિક વાર્તાલાપની સાથે ગહન રાજયોગની અનુભૂતિ પણ કરાવી હતી.આ સાથે સાથે રાજકોટમાં જે કાર્યક્રમની રાહ જોવાઈ રહી છે તે HIGHWAY TO HAPPINESS વિષય પર 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે રાજકોટના પરસાણા ચોક,બીજા નવા 150 ફિટ રિંગ રોડ પર કાર્યક્રમમાં આશરે રાજકોટના 6000 થીમ પણ વધારે ગણમાન્ય પ્રબુદ્ધ બૌદ્ધિક લોકો જોડાશે.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શિવાની દીદી પોતાનું મનનીય પ્રવચનની સાથે ગહન અનુભૂતિ કરાવશે. આ કાર્યક્રમની જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. નિ:શુલ્ક કરવામાં આવ્યું છે . ઉપરોક્ત દરેક કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીના ગુજરાત ઝોનના ડિરેક્ટર રાજયોગીની ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આયોજન થઇ રહ્યું છે.
શિવાનીદીદીના વાર્તાલાપોના મહત્વના અંશો
હું શક્તિશાળી આત્મા છું
હું હંમેશા શાંત અને સ્થિર છું
હું ખુશ છું
હું નીડર અને નિશ્ચિત છું
મારા દરેક સંબંધો મજબૂત છે
મારી સફળતા નિશ્ચિત છે