પ્રેમની અતિશયોક્તિ લવ બોમ્બિંગ
લવ બોમ્બીગ વિષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત નિશા અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં અહેવાલ તૈયાર કર્યો
પ્રેમ એ કોઈ પણ સંબંધ નું મૂળ છે. પરંતુ આજે લોકોએ આ શબ્દ નો અર્થ ખૂબ જ છીછરો કરી નાખ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારની બાબત કામચલાઉ સંબંધો બાંધવામાં, પતિ પત્નીના સંબંધોમાં અને સૌથી વધારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવા સંબંધોમાં વધારે જોવા મળે છે. આ પ્રકારના સંબંધોમાં શરૂઆતમાં સામેની વ્યક્તિને આ બધી બાબતો ખૂબ જ સારી લાગે છે અને સામે વાળુ પાત્ર ખૂબ પ્રેમ કરે છે એવું લાગે છે. ધીમે ધીમે વ્યક્તિ તેને કંટ્રોલ કરવાનો કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાણ થાય છે કે તેને પ્રેમ ના માધ્યમ થી કાબૂમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.તેમની વાતો અને વર્તન પરથી પણ તેવું જ લાગે છે કે લાગણીના કારણે આ મુજબ ની વાત કરે છે. તેવું કહી શકાય કે લવ બોમ્બિંગ એ હંમેશા લાગણી સાથે જોડાય ને ઉદ્દેશ્ય મેળવવાનો પ્રયત્ન કરે છે.લવ બોમ્બીગ વિષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત નિશા અને ભટ્ટ કર્તવીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં અહેવાલ તૈયાર કર્યો.
જ્યારે જાણ થાય કે લવ બોમ્બિંગ નો શિકાર બન્યા છીએ તો ત્યારે શું કરી શકાય
- પરિવારને જાણ કરવી.
- મિત્ર વર્તુળનો સંપર્ક કરવો.
- તમારા વિશ્વાસપાત્ર વ્યક્તિની મદદ લેવી.
- જો જરૂર જણાય તો મનોવૈજ્ઞાનિક સલાહ પણ લેવી જરૂરી બને છે જેથી માનસિક રીતે સશક્ત બની પગલા લઈ શકાય.
- તમારી જાતની સંભાળ લેવી.
શું છે લવ બોમ્બીંગ?
ઘણી વખત આપણે જોતા હોય છે કોઈ સંબંધ શરૂઆતમાં ખુબ સારા જોવા મળતા હોય છે પરંતુ ધીમે ધીમે પ્રેમ માં ઈર્ષા અને અદેખાઈનો ભાવ જોવા મળે છે અથવા તો સમય જતા સાથીનું અન્ય વ્યક્તિ પર નિયંત્રણ કે અતિશય ગુસ્સે થવું વગેરે વર્તન જોવા મળે છે અને શરૂઆતમાં જે અતિશય પ્રેમની વર્ષા થાય છે આપણે લવ બોમ્બિંગ કહી શકીએ છીએ કે જે શરૂઆતમાં તો પ્રેમની અતિશયતા જોવા મળે છે અને ધીમે ધીમે વર્તનમાં બદલાવ જોવા મળે છે. ટૂંક માં કહી શકાય કે લવ બોમ્બિંગ એ ભાવનાત્મક દુવ્ર્યવહારનું એક સ્વરૂપ છે.
લવ બોમ્બિંગ કેવી રીતે ઓળખવો
ખૂબ ટૂંકાગાળાનાં સમય જો વ્યક્તિ વધુ પડતો પ્રેમ દર્શાવે છે અથવા તો માત્ર પ્રેમ જ દર્શાવે તો એ લવ બોમ્બિંગ હોય શકે છે . જેના અમુક ઉદાહરણ નીચે મુજબ છે. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ અમુક દિવસો કે મહિનાઓમાં આટલું ઓળખી શકતા નથી અને કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી જ તો આ લવ બોમ્બિંગ હોય શકે છે.
“તમે મારા સાચા સોલમેટ છો.”
“તમે સંપૂર્ણ પુરુષ/સ્ત્રી છો.”
“તમે મને સંપૂર્ણ બનાવો છો.”
“હું તમારા જેવા કોઈને ક્યારેય મળ્યો નથી/ મળી નથી ”
“હું તમારા જેવા કોઈને ફરી ક્યારેય મળીશ નહીં.
લવ બોમ્બિંગ ના ચિન્હો
- તેઓ સામેવાળી વ્યક્તિ વિશે તરત જ બધું જાણવા માગે છે
- સામેવાળા પાત્રની અતિશય ખુશામત અને વખાણ કરે છે
- સામેવાળા પાત્રને પ્રતિબદ્ધતા માટે દબાણ કરે છે
- મેસેજ કે ફોન કરીને દિવસભર પોતાના પાત્રનો સતત સંપર્ક કરે છે.
- મિત્રો અથવા પરિવારથી દૂર સમય પસાર કરવા પ્રોત્સાહિત કરે છે.
- લાગણીઓનો અતિસંચાર કરે છે
- ભવિષ્ય વિશે કાલ્પનિક વાતો કરીને લાગણીઓ મેળવવા પ્રયત્ન કરે છે
- સામેવાળા પાત્રવિશે બધું જાણવા માગે છે.
- તેઓ ઇચ્છે છે કે તમે એમની દરેક બાબત નો સ્વીકાર કરો.
- પ્રેમની તીવ્ર લાગણીઓ વ્યક્ત કરે છે
- જ્યારે પોતાનું ગમતું પાત્ર બીજા કોઈની સાથે હોવ ત્યારે અપાર ઈર્ષ્યા.
- પોતાનું પ્રિય પાત્ર જે જગ્યા એ હોય તેની બધી જાણકારી મેળવવી.
- કોઈપણ વ્યક્તિ લવ બોમ્બિંગ નો શિકાર બની રહી છે કે નહીં તે જાણવા પોતાની જાતને કયા સવાલ કરવા જોઈએ?
- શું જે તે વ્યક્તિ મારા વ્યવસાય, પરિવાર તેમજ શોખમાં વધારે પડતો રસ જતાવી રહી છે?
- શું સામેની વ્યક્તિ કોઈ એક જ સમાન બાબતના એક સમયે વખાણ કરે છે જ્યારે થોડા સમય પછી તે જ બાબત ને લઈને ખરું ખોટું સંભળાવે છે?
- શું સામેની વ્યક્તિ સતત તમે ક્યાં છો?, શું કરો છો જેવા પ્રશ્નો પૂછ્યા કરે છે અને જવાબ ન આપવાથી ગુસ્સો કરે છે?
- શું કોઈ વ્યક્તિ સાથે રહેવાથી ક્યારેક સારો તેમજ ક્યારેક અસામાન્ય અનુભવ વધારે જ પડતો થાય છે?
- લવ બોમ્બિંગ કરનાર વ્યક્તિ સામેની વ્યક્તિને તેમના મિત્રો અને પરિવારથી અલગ કરવાના પ્રયત્નો કરે છે અને તેમના પર સંપૂર્ણ આધારિત બનાવવાનો પ્રયત્ન કરે છે. સતત આ મુજબના અનુભવો અને વર્તનના કારણે ઘણી વખત વ્યક્તિ ડિપ્રેશનનો ભોગ બનતી હોય છે.