ભારતમાં પ્રાચીન કાળથી મધનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન કાળથી મધને એક ઉત્તમ ખાદ્ય ગણવામાં આવે છે.મધના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન બને છે. મધ એ એક માત્ર ઔષધ નજ નથી, પણ દૂધ ની માફક મધુર અને પૌષ્ટિક એક સંપૂર્ણ ખાદ્ય છે.ખોરાક માં જ્યાં જ્યાં ખાંડ અને ઘી વપરાય છે ત્યાં ત્યાં મધ નો ઉપયોગ કરી શકાય છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે મધ માં ફલશર્કરા ૪૨% અને દ્રાક્ષ શર્કરા ૩૫% હોય છે. આમ મધ માં એકંદરે ૮૭% જેટલું ગ્લુકોઝ નું પ્રમાણ હોય છે.ગ્લુકોઝ શરીર માં જલ્દી પચી જાય છે અને લોહીમાં તરત જ ભળી જાય છે. તેથી શરીર ના બીજા અવયવોને તેને પચાવવાનો શ્રમ કરવો પડતો નથી.મધમાં રહેલી શુગર માં સોંલ, એન્ટીમની, કલોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઈડ વગેરે ઝેરી દ્રવ્યોની અસર મટાડવાનો ગુણ રહેલો છે. વિટામીન- ‘B’ નું પ્રમાણ મધ મા વધારે હોય છે તેમજ મધમા રહેલી શુગર પચવામાં અત્યંત હલકી અને પોષક અને બળ આપનારી હોય છે.
મધના પ્રકાર :
આયુર્વેદ મુજબ મધ ૮ પ્રકારના હોય છે . આ મધ છ પ્રકારના મધ મધમાખીઓ દ્વારા તૈયાર થાય છે. એટલે કે મધમાખીઓના નામ પરથી મધના નામ પડેલા છે.
માક્ષિક મધ:
પીળા રંગ ની મોટી માંખીઓએ બનાવેલું તેલ જેવા રંગનું મધ “માક્ષિક મધ “ કહેવાય.આ મધ શ્રેઠ, નેત્ર ના રોગો ને હરનાર, હલકું અને કમળો, અર્શ, શ્વાસ, ઉધરસ, તથા ક્ષય ને મટાડનાર છે.
ભ્રામર મધ:
ભમરાઓએ બનાવેલું અને સ્ફટિકમણી જેવું નિર્મળ મધ “ભ્રામર મધ” કહેવાય.આ મધ રક્તપિત્ત ને મટાડનાર, પેશાબની બળતરા ઓછી કરનાર, વધારે ચીકણું અને ઠંડુ હોય છે.
ક્ષૌદ્ર મધ:
પિંગળા(લાલાશ પડતા પીળા રંગ ની) ઝીણી માંખીઓએ બનાવેલું મધ “ક્ષૌદ્ર મધ” કહેવાય છે.આ મધ પિંગળા રંગ વાળું, માક્ષિક મધ ના જેવા જ ગુણો વાળું અને ખાશ કરી ને ડાયાબીટીશ ને મટાડનાર છે.
પૌતિક મધ:
મચ્છર જેવી અત્યંત ઝીણી, કાળી અને ડંખ થી બહુ જ પીળા કરનારી માંખીઓએ બનાવેલું મધ “પૌતિક મધ” કહેવાય.આ મધ રુક્ષ તથા ગરમ હોઈ પિત્ત, બળતરા, લોહી વિકાર, તથા વાયુ કરનાર, છે.
છાત્ર મધ:
પીળા રંગ ની વરટા નામની માખીઓ હિમાલય ના વન માં છત્ર જેવા આકાર ના મધપુડા બનાવે છે. તેનું મધ “છાત્ર મધ” કહેવાય છે.આ મધ પીન્ગ્ડું, ચીકણું, ઠંડું, ભારે અને તૃપ્તિ કરનાર હોઈ પેટના કીડા, સફેદ કોઢ, રક્તપિત્ત, ડાયાબીટીશ, તરસ તથા ઝેર ને મટાડે છે.
આધર્ય મધ:
ભમરા જેવી અને તીક્ષ્ણ મુખો વાળી પીડી માખીઓનું નામ અધર્ય છે. તેમણે બનાવેલું મધ “આધર્ય મધ” કહેવાય છે.આ મધ આંખોમાંટે ખુબ જ ગુણકારી, કફ તથા પિત્ત ને મટાડનાર, તૂરું,કડવું અને બળ તથા પુષ્ટિ આપનારું છે.
ઔદદ્દાલિક મધ:
રાફડા માં રહેનારા પિંગળા રંગના ઝીણા કીડાઓ જે પીળા રંગ નું સ્વલ્પ મધ બનાવે છે તે “ઔદદ્દાલિક મધ” કહેવાય છે.આ મધ ખુબજ મીઠું, અવાજ મીઠો કરનારું, કોઢ તથા ઝેરને મટાડવામાં ઉપયોગી છે. આ મધ ભાગ્યે જ મળી શકે છે.
દાલ મધ:
પુષ્પોમાંથી ઝરીને પાંદડા ઉપર ઠરેલો મધુર, ખાતો અને તૂરો પુષ્પોનો રસ “દાલ મધ” કહેવાય છે.દાલ મધ હલકું, અગ્નિ પ્રદીપ્ત કરનાર, કફ ને તોડનાર, તુરાશ પડતું, ઉલટી તથા ડાયાબીટીશને મટાડનાર છે.