સમગ્ર દેશમાં કરચોરીની પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આ ઘટના પર અંકુશ લાવવા આવકવેરા વિભાગની સાથે જીએસટી વિભાગ દ્વારા હાલ રિકવરી માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. સમયાંતરે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પર તવાઈ બોલાવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા એક સપ્તાહથી સુરતના ડાયમંડ ઉદ્યોગો પર તવાઈ બોલાવામાં આવી જેમાં ખુબજ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવ્યા. જે બાદ અમદાવાદના જાણીતા સ્વાતિ બીલ્ડકોન પર આજ વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્વાતિ બિલડકોનના અશોક અને સાકેત અગ્રવાલના નિવાસ સ્થાનની સાથે તેમના ભાગીદારો અને તેમના નિવાસસ્થાન અને તેમના રહેણાક પર ટીમ ત્રાટકી હતી.
અમદાવાદમાં 40 થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ
બિલ્ડરના ભાગીદારો, નિવાસસ્થાનો, ઓફિસ પર વહેલી સવારથી આઇટી ધામા
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈન્કમટેક્સ વિભાગ દ્વરા શહેરમાં 40થી સ્થળો પર દરોડા અને સર્વેનું હાથ ધરવામાં આવ્યું છે જેમાં આંબલી રોડ ઉપર આવેલી બિલ્ડરોની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સના આ મેગા ઓપરેશનમાં અમદાવાદ,બરોડા અને રાજકોટના 150થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી ત્યારે હવે અમદાવાદમાં પણ જાણીતા બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આ સર્ચ ઓપરેશનના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.
આવકવેરાનું ટાર્ગેટ કલેક્શન વધારવા સર્ચની કામગીરી વધશે
દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ ગુજરાતને વધુ ને વધુ ટાર્ગેટ આપતું હોય છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતમાં સવથી વધુ ઉદ્યોગો જોવા મળી રહ્યા છે અને દેશની અર્થવ્યવસ્થામાં સિંહ ફાળો ભજવી રહ્યું છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં સમયાંતરે સરચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને પરિણામ સ્વરૂપે સરચ ઓપરેશન બાદ ખૂબ મોટી સંખ્યામાં જે બેનામી વ્યવહારો અને રોકડ આવે છે તે ટેક્સ કલેક્શનના ટાર્ગેટ સુધી પહોંચવા માટે મદદરૂપ પણ થાય છે. બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આવે આ પ્રકારના કર્જરો ઉપર આકરી કાર્યવાહી કરવા માટે કાર્યરત બની છે.
રાજકોટ સહિત અમદાવાદ વડોદરા, સુરત અને બોમ્બે થી 150 થી વધુ અધિકારીઓ જોડાયા.
અમદાવાદમાં સ્વાતી બિલ્ડકોન ગ્રુપ ઉપર સરચ ઓપરેશન હાથ ધરાતા ગુજરાત આવકવેરા વિભાગે સમગ્ર રાજ્ય અને બોમ્બે થી અધિકારીઓ ની વિશાળ સંખ્યા મેદાને ઉતારી છે જેમાં અમદાવાદની સાથોસાથ સુરત, રાજકોટ અને મુંબઈ થી 150 થી વધુ અધિકારીઓ જોડાયા છે. પ્રાથમિક તપાસમાં હાલ તમામ ડિજિટલ ડેટા હાર્ડ ડિસ્ક સહિતની સામગ્રીઓ સીઝ કરી દેવામાં આવી છે.