22 સપ્ટેમ્બર સાંજે 5.30 થી 8.30 ખુશીનો હાઈવે વિષય પર આધ્યાત્મિક ચર્ચા કરશે
વર્તમાન વ્યસ્ત અને દોડતા માનવ મનને નાની નાની યુકિતઓ આપી … પ્રેકિટકલ જીવનમાં દરેક કાર્ય વ્યવહાર કરતા માનવ જીવનની સંપતિ સમાન ખુશીનો હાઈવે બતાવવા માટે તા.22 સપ્ટેમ્બર શુક્રવારે બ્રહ્માકુમારીના આધ્યાત્મિક વકતા બ્ર.કું . શીવાનીબેન રાજકોટ ખાતે આગમન કરશે.
શિવાનીબેનના આગમન પૂર્વે બ્રહ્માકુમારીઝ પરિવાર તથા આમ લોકોમાં પણ આ સમાચાર મળતા અનેરો આનંદ છવાયેલ છે. તા . 22 સપ્ટેમ્બર, 2023 – સવારે 7 થી 8:30 પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે તબીબ જગતના લોકો સાથે વાર્તાલાપ બાદ 9 વાગે પ્લેકક્ષ હોસ્પીટલનું ઉદ્ઘાટન કરી . 10:30 થી 12:30 પ્રમુખ સ્વામી સભાગૃહમાં અંદાજે 5000 થી પણ વધારે બ્રહ્માકુમારીઝ પરિવાર રાજયોગી ભાઈ બહેનો સાથે વર્તમાન સમયની સુચના તથા સ્વર્યની સુરક્ષા અર્થે જ્ઞાન ચર્ચા તેમજ ગહન શાંતિની અનુભૂતિ કરાવશે.
સાંજે 5:30 થી 8:30 સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળો રોડ, પરસાણા ચોક, બીજો 150 ફુટ રિંગ રોડ રાજકોટ ખાતે અંદાજે 7000 થી પણ વધુ સંખ્યામાં ઉપસ્થિતિ પ્રબુદ્ધ લોકો સાથે ” ખુશી નો હાઈવે ” વિષય પર આધ્યાત્મિક ચર્ચા કરશે. બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતીદીદીના માર્ગદર્શન હેઠળ દરેક કાર્યક્રમની આખરી તૈયારી થઈ રહી છે. સરળ જીવન, સકારાત્મક વિચારોના ધની શીવાનીબેને તેમના સ્વાગતમાં ફુલ માળા વગેરેના બદલે ” ઓમ શાંતિ ” ના મહામંત્ર દ્વારા શાંતિની અનુભૂતિ થી સ્વાગત કરવાનો આગ્રહ રાખેલ છે.
ખુશ રહેવા પ્રતિદિન મનને પણ ચાર્જ કરવુ જરૂરી: બ્રહ્માકુમારી અંજુદીદી
આંતરરાષ્ટ્રીય સંસ્થા આધ્યાત્મિક વક્તા બ્ર.કુ. શિવાનીદીદી રાજકોટમાં આગમનની પૂર્વ તૈયારીઓ ચાલી રહેલ છે. ત્યારે અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલ બ્રહ્માકુમારી અંજુદીદી જણાવ્યું હતુ કે જયારે શિવાનીદીદી રાજકોટ આંગણે પધાર્રા છે. ત્યારે શિવાનીદીદીને સત્કાર માટે સરળ જીવન સકારાત્મક વિચારોના ધની શિવાનીદીદી તેમના સ્વાગતમાં ફુલમાળા વગેરેના બદલે ‘ઓમશાંતિ’ના મહામંત્ર દ્વારા શાંતિની અનુભુતીથી સ્વાગત કરવાનો આગ્રહ રાખેલ છે.