હળવદના રણછોડગઢ ગામે થોડા દિવસો પહેલા બે પરિવાર વચ્ચે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો. જે મારામારીના બનાવમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવારમાં   મહિલા વૃધ્ધનું મૃત્યુ નીપજ્યું હતું આ ગુનામાં ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મહિલા વૃધ્ધનું મૃત્યુ માર મારવાથી થયું હોવાનું સામે આવતા ઝડપાયેલા ચારેય આરોપીઓ સામે હળવદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ગુનો નોંધ્યો હતો.

બે પરિવાર વચ્ચે એક પખવાડીયા પૂર્વે ધિંગાણુ ખેલાયું તુ: ચારની ધરપકડ

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે ગત તારીખ 31 ઓગસ્ટના રોજ આ ગામમાં જ રહેતા સંજયભાઈ દેવશીભાઈ સુરેલા,માનુબેન ગોકળભાઈ સુરેલા,જયદીપભાઇ ગોકળભાઈ સુરેલા અને પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા સહિતના પરિવારના વ્યક્તિઓ પર રણછોડગઢ ગામે જ રહેતા આરોપી વિક્રમભાઈ મૂળજીભાઈ ફીસડિયા,વિરમભાઈ મૂળજીભાઈ ફીસડિયા,સંગીતાબેન ઉર્ફે ચંદ્રિકાબેન વિક્રમભાઈ ફિસડિયા અને પ્રફુલભાઈ ઉર્ફે પફો દિનેશભાઈ સિહોરાએ ઝઘડો કરી મારામારી કરી હતી. આ બનાવમાં હળવદ પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ચારે આરોપીઓની ધરપકડ પણ કરી હતી જોકે ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધ મહિલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા મોરબી સારવારમાં હોય અને તેઓનું મોત નીપજતાં, પીએમ માટે લાશને રાજકોટ મોકલાઈ હતી.

ફોરેન્સિક પીએમના રિપોર્ટમાં આ મહિલા વૃધ્ધનું મોત ઇજા થવાના કારણે થયું હોવાનું આવતા હળવદ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ 302 કલમનો ઉમેરો કરી ધોરણસરની હર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.