સરકારનો ઉદ્દેશ લેણ-દેણને સમગ્રરીતે ડિજિટલ કરવાનો છે
દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને કાળાનાણાંનાં કારોબાર પર લગામ લગાવ્યા બાદન હવે કેન્દ્ર સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે પોતાનો આગળનો વધુ એક નિર્ણય લેતા દેશમાંથી હવે ચેકબુક વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો પણ સરકાર નિર્ણય લઇ શકે છે.
અખિલ ભારતીય વ્યાપારી પરિસંઘ (CAIT)નો એવો દાવો છે કે કેન્દ્ર સરકાર હવે જલ્દી જ ટૂંક સમયમાં ચેકબુકની વ્યવસ્થાને ખતમ કરવા માટેનો આદેશ આપી શકે છે. CAITનાં જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલનું એવું માનવું છે કે સરકાર ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનાં ઉપયોગને વધુ પ્રોત્સાહન આપી રહી છે. આ માધ્યમને વધુ સારી રીતે ચલાવવા માટે હવે સરકાર જલ્દી જ ચેકબુકની સુવિધાને પણ ખતમ કરવા માટે હવે પહેલ કરી શકે છે.
પ્રવીણ ખંડેલવાલનાં જણાવ્યા અનુસાર નોટબંધીની પહેલા કેન્દ્ર સરકાર લગભગ 25 હજાર કરોડ રૂપિયાની નવી કરેન્સીનું છાપકામ અને 6 હજાર કરોડ રૂપિયાનાં રકમની સુરક્ષા પર ખર્ચ કરતી હતી. આ ખર્ચને જોતા કેન્દ્ર સરકાર દેશની અર્થવ્યવસ્થાને કેશલેસમાં બદલવા માગે છે.
ચેકબુક પર પ્રતિબંધ કરવાથી ઇકોનોમીની દિશામાં શું ફાયદો થશે? મોટેભાગે વ્યાપારિક લેણ-દેણ ચેકને આધારે જ થતી હોય છે. અત્યારે હાલમાં 95% લોકો ટ્રાન્ઝેક્શન કેશ અથવા ચેક દ્વારા કરતા હોય છે. નોટબંધી બાદ રોકડ વ્યવહાર ઘણો ઓછો થવા લાગ્યો અને ચેકબુકનો ઉપયોગ વધવા લાગ્યો. સરકારે નાણાંકીય વર્ષનાં અંતમાં 2.5 ખબર ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ટાર્ગેટ રાખ્યો છે. આ ટાર્ગેટને પૂર્ણ કરવા માટે સરકાર હવે ટૂંક સમયમાં જ ચેકબુક પર પ્રતિબંધ લગાવવા પર પહેલ કરી શકે છે.
જો કે ચેક વ્યવસ્થાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકારને કાયદાકીય પહેલ કરવાની જરૂરિયાત છે. બેંકો દ્વારા રજૂ કરવાવાળા ચેક બેકિંગ કાનૂનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટૂમેન્ટ શામિલ છે. જો કે, ચેકને ફાઇનાન્શિયલ ઇન્સ્ટૂમેન્ટની યાદીની બહાર કરવા માટે એને રિઝર્વ બેંકનાં આધારે બેંકિંગ કાનૂનમાં ફેરફાર કરવાની ઘણી જરૂરિયાત છે.