‘સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ઉંમર નક્કી કરવી જોઈએ’, કોર્ટે મહત્વની ટિપ્પણી કરી
આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણ નથી કરતું તેનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. કારણ કે નાના બાળકોથી લઈને વૃધ્ધો પણ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેવા સમયે બાળકો માટે આ મીડિયા કેટલું હિતાવહ છે તે વિચારવા જેવી બાબત છે.
તાજેતરમાં જ રાજકોટમાં એક 11 વર્ષની બાળકીએ એવી વાર્તા ઘડી કે આખું પોલીસતંત્ર દોડતું થયી ગયું હતું. એ બાળકીએ અપહરણની એવી વાર્તા રચી કે તેની માતા પણ તેને સત્યમની બેઠી હતી. પરંતુ આભારી થવું જોઈએ ટેક્નોલોજીનું જેનાથી આખું સત્ય સામે આવ્યું. અને બાળકી ટ્યુશન અને હોમવર્કથી બચવા આવી વાર્તા ઘડી હતી તેવું બહાર આવ્યું હતું. આ કિસ્સો એક ઉદાહરણ છે કે બાળકો જેવુ જોવે છે તેવું શીખે છે. અને એ તો બાળમાનસ છે. તેના માટે એક બચાવની યુક્તિ હતી. પરંતુ તેની અસાર નકારાત્મક હતી. અહી બાળકના આવા વ્યવહાર પાછળ ક્યાકને ક્યાક સોશિયલ મીડિયા પણ જવાબદાર છે. જેના માટે બાળક મોટો સમય વ્યતીત કરે છે.
આ કિસ્સો અને કર્ણાટક હાઈકોર્ટની સોશિયલ નિદિયા બાબતની એક ટિપ્પણી માટે દરેકે વિચરવું જોઈએ.
શું હતી કર્ણાટક હાઇકોર્ટની ટિપ્પણી અને આખો કિસ્સો
કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો દારૂ પીવા માટે નિર્ધારિત કાયદાકીય ઉંમર હોઈ શકે છે, તો તેવી જ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વય મર્યાદા નક્કી કરી શકાય છે.
જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે સિંગલ જજના 30 જૂનના આદેશને પડકારતી ‘X કોર્પ’ (અગાઉ ટ્વિટર)ની અપીલની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
સિંગલ જજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશો વિરુદ્ધ Xની અરજીને ફગાવી દીધી હતી. મંત્રાલયે 2 ફેબ્રુઆરી, 2021 અને ફેબ્રુઆરી 28, 2022 ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ 10 સરકારી આદેશો જારી કર્યા હતા, જેમાં 1474 એકાઉન્ટ્સ, 175 ટ્વીટ્સ, 256 URL અને એક હેશટેગને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્વિટરે આમાંથી 39 URL ને લગતા આદેશોને પડકાર્યા હતા.
જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. હું તમને કહીશ કે ઘણી સારી વસ્તુઓ થશે. આજના શાળાએ જતા બાળકો તેના વ્યસની બની ગયા છે. મને લાગે છે કે આબકારી નિયમોની જેમ આ માટે પણ વય મર્યાદા હોવી જોઈએ.
કોર્ટે વધુમાં કહ્યું કે બાળકોની ઉંમર 17 કે 18 વર્ષ હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં દેશના હિત અને નુકસાન વિશે નિર્ણય લેવાની પરિપક્વતા છે? આવી વસ્તુઓને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ઈન્ટરનેટ પરથી પણ દૂર કરવી જોઈએ, જે મનને સાચા રસ્તેથી હટાવે છે. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાનું પણ વિચારવું જોઈએ.
કોર્ટે એક્સ કોર્પ પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્ટ બુધવારે ‘X કોર્પ’ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહત અંગે નિર્ણય કરશે. તેમની અરજી પર હવે પછી સુનાવણી થશે.