આજના ફાસ્ટ જમાનામાં આપણે આપણી હેલ્થ પર કેટલું ધ્યાન આપીએ છીએ. લગભગ આપતા જ નથી. પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવત તમે સાંભાળી જ હશે. જો હેલ્થી હશો તો બધા સુખ માણી શકશો માટે જો તમારે હેલ્થી રહેવું હોય તો બસ થોડુંક ધ્યાન આપો. માત્ર દિવસમાં ૩૦થી૪૦ મિનિટ કસરત પર તમારા શરીર પર ધ્યાન આપો અને યોગ્ય ખોરાક ખાવ. તમને ફિટ અને હેલ્થી રહેશો.
1. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય
કોઈપણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કૅલરી જાય છે, જેથી ચરબીમાં વધારો થાય છે. સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ. બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ, હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે.
2. સુકોમેવો ખાવ
સુકામેવો એટલે કાજુ, બદામ, અંજીર વગેરે… તે ખુબજ પોષ્ટીક અને હેલ્થી છે. સુકામેવામાં મેગ્નેસિયમ, વિટામિન E, ફાઇબર્સ તથા બીજા કેટલાક પોષકતત્વો રહેલા હોય છે. એક અભ્યાસમાં જાણવા મળેલ છે કે સુકામેવા ખાવો શરીર માટે ફાયદાકારક છે.
3. જંક ફૂડથી દૂર રહો
જંક ફૂડ એટલે કચરો. તે માત્ર ભુખ દૂર કરે છે તેમાંથી શરીરને પોષણ મળતું નથી. કેમ કે જંક ફૂડ પોષકતત્વોયુક્ત હોતું નથી. તે માત્ર આપણું પેટ ભરે છે, પેટ બગાડે છે અને મેદસ્વીતા બધારે છે. માટે શકય હોય તો જંકફૂડથી દૂર રહો…
4. કોફી પીવાનું રાખો
કોફીમાંથી પૂરતા પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ મળી રહે છે. કેટલાક અભ્યાસોમાં તારણ બહાર આવ્યુ કે કોફીથી ડાયાબિટીઝ, અલઝાઈમર જેવી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
5. પૂરતી ઊંઘ લો
સંપૂર્ણ દિવસને તાજગીભર્યો બનાવા રાત્રે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘથી યાદશક્તિ ઓછી થાય છે, હોર્મોન્સનું સંતુલન બગડે છે અને આપણા શરીરની ઉર્જા પણ ઘટી જાય છે.