પાટણ સમાચાર
પાટણ નજીક કુણઘેર ગામ પાસે આવેલ મલ્હાર ગોડાઉનમાં થયેલ એરંડાની ચોરીના ચાર આરોપીને SOG પોલીસે મુદ્દામાલ સાથે અસરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ કુણઘેર નજીક આવેલ મલ્હાર ગોડાઉનમાં થયેલ એરંડાની બોરીની ચોરીના ગુનાના આરોપી પકડી પાડવા પોલીસે કરેલ સૂચના ને પગલે કુણઘેર પાસેના મલ્હાર ગોડાઉનમાંથી એરંડાની બોરી 984 જેની કિંમત 42,43,500 ની ચોરી થયેલ હતી . જે બાબતે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે જે બનાવ સંદર્ભે પાટણ SOG પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલીગમાં દરમિયાન બનાવ વાળી જગ્યાએ હાજર માણસોની પુછપરછ કરતા જાણવા મળેલ કે ઉપરોક્ત માલ ભરવા માટે GJ 01BY6786 અવાર નવાર આવતી હોવાનું જાણ્યાં મળતા તે ટ્રક માલીકને પુછપરછ કરતા જણાવ્યું હતું.
હિતેશગીરી ભરતગીરી હાસાપુર પાટણ તથા ઠાકોર પ્રવિણજી જાદવજી રહે હાશાપુર વાળા મલ્હારનું ગોડાઉનનું તાળું તોડી તેની જગ્યાએ પોતાનું તાળું લગાવી ભીલ રમેશ ભાઈ મારફત મજુરો કરી ટીનાજી ચતુરજી ઠાકોર તથા પ્રવીણભાઈ શીવરામદાસ પટેલ મારફ્તે એકબીજાના કોનટેકથી અલગ-અલગ ટ્રકો માં જુદા જુદા દિવસોએ એરંડાની ચોરી કરી હતી .
જેમાંથી એરંડાની બોરીઓ આશરે નંગ -800 સિધ્ધપુર ગંજ બજાર ખાતે અલગ-અલગ પેઢીઓમાં વેચાણ આપી જે વેંચાણ ની મળેલ રોકડ રકમ પૈકી રૂપીયા ૨મ21,49,000/- તથા મોબાઇલ નંગ-05 કી.રૂ.16,500 મળી કુલ કી.રૂ 21,65,500 ના મુદ્દામાલ સાથે હિતેન્દ્રગીરી ભરતગીરી રહે હાસાપુર,ભીલ રમેશભાઈ ઉર્ફે લાલો દશરથભાઈ રહે મીરાદરવાજા,ટીનાજી ચતુરજી ઠાકોર રહે સિધ્ધપુર શંકરપુરા અને પ્રવીણભાઈ શીવરામદાસ પટેલ રહે ખળી ઉમીયાપરૂ તા.સિધ્ધપુરવાળા એમ 4ઇસમો ને પકડી પાડી સી.આર.પી.સી કલમ-41(1) ડી મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા પાટણ તાલુકા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે તેમજ બાકીના આરોપીને પકડી પાડી બાકી નો મુદામાલ રીકવર કરવા સારૂ તપાસ તજવીજ હાથ ધરી છે. ત્યારે ઠાકોર પ્રવિણજી જાદવજી રહે-હાંસાપુર વાળાને પકડવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે.