ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પહેલી બે વનડે માટે અલગ ટીમની પસંદગી કરી છે, જ્યારે ત્રીજી વનડે માટેની ટીમમાં તે ખેલાડીઓને ચાન્સ અપાયો છે જેઓ વિશ્વકપની ટીમમાં છે. જો કે રવિચંદ્રન અશ્વિનને ત્રણેય વનડે મેચમાં સામેલ કરાયો છે. એશિયા કપ જીત્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમની સામે ઓસ્ટ્રેલિયાનો પડકાર છે.
રાજકોટ ખાતેના મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા દિગ્ગજ ખેલાડીઓ રમશે
22થી 27 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ વનડે મેચની સીરીઝ રમાશે. આ વિશ્વ કપ પહેલા બંને દેશ વચ્ચે અંતિમ વનડે સીરીઝ હશે. 5 ઓક્ટોબરથી ભારતમાં વિશ્વ કપનો પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વ કપ પહેલા બંને દેશ વચ્ચે ત્રણ વનડે મેચ 22,24 અને 27 સપ્ટેમ્બરે રમાશે. બીજી બાજુ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ જાહેર થઈ ગઈ છે.
બીજી તરફ એ વાત સ્પષ્ટ કે વિશ્વ કપ પહેલા ટીમ બેલેન્સ કરવા માટે ભારતને આ છેલ્લો અવસર મળશે અને આ સિરીઝમાં જે ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેનું ટીમમાં સ્થાન સુનિશ્ચિત થશે. ભારતીય ટીમમાં હાલ રોહિત શર્મા, સુભમન ગીલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જાડેજા, સિરાજ, બુમરાહ જેવા ખેલાડીઓ ફિક્સ છે. મિડલ ઓર્ડર માટે રાહુલ,ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓએ પોતાનું પ્રદર્શન દાખવવું પડશે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વન-ડે માટે અને એશિયા કપમાં પણ ભારત બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતાર્યું હતું જેમાં રાહુલ અને ઈશાન કિશન નો સમાવેશ થયો હતો. તરફ જે રીતે રાહુલ પોતાના ફોર્મમાં જોવા મળી રહ્યો છે અને ઈશાન કિશન પણ પોતાના ફોર્મમાં હોવાથી હવે શ્રેયસ ઐયર માટે એસિડ મેચ સાબિત થશે. ત્યા
રે વિશ્વ કપમાં ઇશાન કિશને પણ પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવું હોય તો તેને ઓસ્ટ્રેલિયા સામે છેલ્લો ચાન્સ મળશે જો એમાં તે સફળ થાય તો રાહુલ માટે ટીમમાં સ્થાન લેવું ખૂબ કપરૂ બનશે. આ ઓસ્ટ્રેલિયા સીરિઝ ભારત માટે ટીમ બેલેન્સની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે કારણ કે અહીં જે ટીમ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેને જ વર્લ્ડ કપમાં પ્લેયિંગ 11 માં સ્થાન આપવામાં આવશે જેના માટે દરેક ખેલાડીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવશે.
12 વર્ષ પછી વિશ્ર્વકપ જીતવા માટે ભારતીય ટીમને ઉજળા સંજોગ: કપિલ દેવ
ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વિશ્વ કપ જીતાડવામાં સહભાગી બનેલા કપિલદેવે જણાવ્યું હતું કે બાર વર્ષ પછી વિશ્વ કપ જીતવા માટે ભારતીય ટીમના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે કારણ કે જે રીતે ભારતીય ટીમ ટીમ બેલેન્સ માટે મથામણ કરી રહી છે તે તેને વિશ્વ કપ જીતાડવા માટે મદદરૂપ સાબિત થશે. અહીં એશિયા કપમાં પણ ભારતે જે રીતે પોતાનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે વિશ્વ કપ જીતવા માટે ભારતીય ટીમ માટે ઉજળા સંજોગો છે માત્ર જે પ્લાન બને તેને અનુસરવું અને ખેલાડીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું જરૂરી છે.
પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા (ઉપસુકાની ), શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર.
છેલ્લી વનડે માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ (ઈજામાંથી બહાર આવશે તો), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમરુન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેન્સર જોનસન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સાંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.