ક્યાં કેટલો વરસાદ?
જૂનાગઢ | વિસાવદર | 12 ઈંચ |
જૂનગાઢ | મેંદરડા | 8 ઈંચ |
પાટણ | રાધનપુર | 8 ઈંચ |
મહેસાણા | બેચરાજી | 6 ઈંચ |
જૂનાગઢ | વંથલી | 6 ઈંચ |
અમરેલી | બગસરા | 4 ઈંચ |
જૂનાગઢ | જૂનાગઢ | 4 ઈંચ |
કચ્છ | રાપર | 4 ઈંચ |
સુરેન્દર્નગર | ધ્રાંગધા | 4 ઈંચ |
ગીરસોમનાથ | કોડીનાર | 4 ઈંચ |
મોરબી | હળવદ | 4 ઈંચ |
મોરબી | ટંકારા | 2 ઈંચ |
મોરબી | મોરબી | 2 ઈંચ |
રાજકોટ | રાજકોટ | 2 ઈંચ |
લાંબા વિરામ બાદ દોઢ મહિના પછી મેઘરાજાએ રોદ્ર રૂપ સાથે રિ-એન્ટ્રી કરી છે. ત્યારે ભાદરવે અનરાધાર વરસાદ વરસ્યો છે. ભાદરવામાં પડેલો વરસાદ કાચા સોના સમાન ગણવામાં આવે છે. આ વરસાદે હવે આવતા ઉનાળા સુધીનું પાણી સંગ્રહ કરી લીધું છે જેથી આ વર્ષે પાણીની ખેંચ નહિ પડે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત આજ સવારથી રાજ્યના 51 તાલુકામા મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ મોરબીમાં ટંકારામાં બે ઈંચ વરસાદ તેમજ મોરબીમાં દોઢ ઈંચ અને રાજકોટમાં પોણો ઈંચ વરસાદ વરશ્યો છે.આગાહીની વાત કરીએ તો, ગુજરાતમાં હજી વરસાદી રાઉન્ડ બાકી છે.
આજે સવારથી રાજ્યના 53 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ ટંકારામાં બે ઈંચ વરસાદ તેમજ મોરબીમાં દોઢ ઈંચ અને રાજકોટમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારે કચ્છ, પાટણ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, આણંદ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરત, ભાવનગર, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 248 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેદરડા અને પાટણના રાધનપુરમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મહેસાણાના બેચરાજી અને બનાસકાંઠાના ભાભરમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 248 તાલુકામાં 1 થી લઇ 12 ઈંચ સુધીનો વરસાદ: સૌથી વધુ વિસાવદરમાં અને જૂનાગઢના મેંદરડા અને પાટણના રાધનપુરમાં છ ઈંચ વરસાદ ખાબક્યો
મહેસાણાના મહેસાણા સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ રહ્યો. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. રાજ્યના 34 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ, 63 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો. તો રાજ્યના 129 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોણા 4 ઇંચ, વિસનગર, વડગામ અને માળીયા હાટીનામાં 3.5 ઇંચ, ચાણસ્મા, રાપર, હળવદ અને દાંતીવાડામાં 3.5 ઇંચ, થરાદ અને તાલાલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂર આવતા નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
હજુ બે દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત આજે ભારે વરસાદ રહેશે. કાલે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે.
ખેડૂતોની ચિતા ટળી, મુરજાતી મોલાત જીવંત થઇ
રાજ્યમાં ફરીવાર વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોની ચિંતા ટળી છે. દોઢ મહિના સુધી વરસાદ ન વરસતા છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડતા મુરજાતી મોલાત જીવંત થઇ છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ફાયદો થશે. અને હજુ આગામી દિવસોમાં વરસાદ આવશે તો શિયાળુ પાકને પણ ખાસ ફાયદો થવાનો છે. અચાનક વરસાદે મુકામ દેતા ખેડૂતોમાં હરખ છવાયો છે અને ચિંતા ટળી છે.