જૂની સંસદના આજે છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ છેલ્લું ભાસણ કર્યું હતું. તેઓએ કહ્યું કે જુના સંસદ ભવન સાથે આપણી લાગણી જોડાયેલી છે. અહીંથી વિદાય લેવી એ ભાવનાત્મક ક્ષણ છે.
આવતીકાલથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં ચાલશે. આ બિલ્ડિંગમાં પોતાના છેલ્લા ભાષણમાં પીએમ મોદીએ કહ્યું, દેશે ફરી એકવાર 75 વર્ષની સંસદીય યાત્રાને યાદ કરવી જોઈએ અને નવા ગૃહમાં જતા પહેલાં તે પ્રેરણાદાયી ક્ષણો અને ઈતિહાસની મહત્ત્વપૂર્ણ ક્ષણોને યાદ કરીને આગળ વધવું જોઈએ. આપણે બધા આ ઐતિહાસિક ઈમારતને વિદાય આપી રહ્યા છીએ.
તેમણે કહ્યું, આઝાદી બાદ આ ઈમારતને સંસદ ભવન તરીકે ઓળખ મળી. આ ઈમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો. આપણે ગર્વથી કહી શકીએ કે આ ઈમારતના નિર્માણમાં મારા દેશવાસીઓનો પરસેવો અને મહેનત લાગી છે. પૈસા પણ મારા દેશના લોકોના હતા.
આ ઈમારત બાંધવાનો નિર્ણય વિદેશી શાસકોનો હતો પણ આપણે ગર્વથી કહી શકીએ કે આ ઈમારતના નિર્માણમાં દેશવાસીઓનો પરસેવો અને મહેનત લાગી
પંડિત નહેરુ અને શાસ્ત્રીજીથી લઈને અટલ બિહારી અને મનમોહન સિંહજી સુધી દરેકે દેશને નવી દિશા આપી છે. આજે દરેકનાં વખાણ કરવાનો સમય છે. દરેક વ્યક્તિએ આ ગૃહને સમૃદ્ધ બનાવવા અને દેશના સામાન્ય નાગરિકને અવાજ આપવાનું કામ કર્યું છે. જ્યારે દેશે રાજીવજી અને ઈન્દિરાજીને ગુમાવ્યા ત્યારે આ ગૃહે તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી. દરેક સ્પીકરે આ ગૃહને સરસ રીતે ચલાવ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે લીધેલા નિર્ણયો આજે પણ રેફરેન્સ પોઈન્ટ ગણાય છે. માલવંકરજીથી લઈને સુમિત્રાજી સુધી, દરેકની પોતાની શૈલી રહી છે. દરેક વ્યક્તિએ નિયમો અને કાયદાની મર્યાદામાં આ ગૃહ ચલાવ્યું. આજે હું તે બધાને અભિનંદન અને વંદન કરું છું.
ભારતને વિશ્વ મિત્ર તરીકે આજે તેનું સ્થાન મળ્યું
ભારતને વિશ્વ મિત્ર તરીકે આજે તેનું સ્થાન મળ્યું છે. આખી દુનિયા ભારતમાં પોતાનો મિત્ર શોધી રહી છે, તેનું મૂળ કારણ એ છે કે વેદથી લઈને વિવેકાનંદ સુધીનો સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર આપણને બધાને દુનિયા સાથે જોડી રહ્યો છે. જ્યારે આપણે આ સંસદ છોડીએ છીએ ત્યારે આપણું મન અને મગજ પણ લાગણીઓથી ભરાઈ જાય છે. આપણી યાદો અહીં જોડાયેલી છે. તેથી આપણું ગૌરવ પણ તેની સાથે જોડાયેલું છે.
જુના ભવન સાથે અનેક યાદો જોડાયેલી
આ સંસદને વિદાય આપવી એ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે, જો પરિવાર જૂનું ઘર છોડીને નવા ઘરમાં જાય છે, તો ઘણી યાદો થોડી ક્ષણો માટે તેને હચમચાવી દે છે. જ્યારે આપણે આ સંસદ છોડીને જઈ રહ્યા છીએ, ત્યારે આપણું મન અને મગજ પણ તે લાગણીઓ અને ઘણી યાદોથી ભરાઈ જાય છે. ઉજવણી, ઉત્સાહ, ખાટી-મીઠી ક્ષણો, વાદ-વિવાદ આ યાદો સાથે સંકળાયેલા છે.