બેંકોને ધૂંબા મારનારાઓ સામે દક્ષિણ મામલતદાર કચેરીમાં મિલકત જપ્તીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં રોજ બે મિલકત સિલ કરાશે. આમ પેન્ડિંગ રહેલા 223 કેસોનો તાકીદે નિકાલ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
તાજેતરમાં શહેરમાં સરફેસીના પેન્ડિંગ રહેલા 700 કેસોનો ઝડપી નિકાલ કરવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જેને પગલે દક્ષિણમાં આજથી સરફેસીની રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 20 ઓક્ટોબર સુધીમાં રોજના બે બે કેસ હાથ ઉપર લઈ રિકવરી કરાશે.
બેંકોને ધૂંબા મારનારા સામેના પેન્ડિંગ રહેલા 223 કેસોનો તાકીદે નિકાલ કરવા કવાયત : ધડાધડ 50 આસામીઓને નોટિસ પણ અપાઈ ગઈ
દક્ષિણ મામલતદાર કચેરીમાં કુલ 223 કેસ પેન્ડિંગ છે. જેમાં 23 કેસમાં રૂ. 7.21 કરોડની મિલકતની રિકવરી થઇ ગઈ છે. હાલ 50 આસામીને નોટિસ આપી દેવામાં આવી છે. મોટામાં મોટી રૂ. 4.5 કરોડની મિલકતની અને બીજા નંબરે એક કારખાની 3.85 કરોડની રિકવરી બાકી છે. તેની તા.20 અને 27ના રોજ સિલ કરી કબજો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.