ગુજરાત ગેસના માણસો વૃક્ષો કાપે તેમ કહી માથાકુટ કરીફરજમાં રૂકાવટ કરી
મોરબીના જુના નાગડાવાસના પાટિયા પાસે રાઉન્ડ ફોરેસ્ટ મહિલા અધિકારીની ફરજમાં રુકાવટ કરી નાગડાવાસના બે શખ્સો દ્વારા હુમલો કરી ગાળાના ભાગે ઢીંકા મારી તેમજ છુટા પથ્થરના ઘા મારી મૂંઢ ઈજાઓ કરી હતી. જે મામલે ફોરેસ્ટ મહિલા અધિકારી દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના લાલબાગ સરકારી ક્વાર્ટરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં વનપાલની તરીકે ફરજ બજાવતા સોનલબેન નાનુભાઈ શીલુ એ ફરિયાદ નોંધાવી હતી કે તે ફરજમાં હોય તે દરમિયાન આરોપી વસંતભાઈ રાઠોડએ તેમને ફોન કરીને જણાવેલ કે જુના નાગડાવાસ ગમ્બા પાટિયા પાસે ગુજરાત ગેસના માણસો વૃક્ષો કાપે છે જેવી માહિતી આપતા તે સ્થળ ઉપર જતા ત્યાં કોઈ વૃક્ષ કાપેલ ન હોય તેવું માલુમ પડતા તેમ છતાં આરોપી વસંત રાઠોડ એકદમ ઉશ્કેરાયને ઊંચા અવાજે બોલવા લાગે કે વૃક્ષો કાપેલ છે તેવું લેખિતમાં આપો તેમ કહી ફરજમાં રુકાવટ કરી તેમજ અન્ય બીજો આરોપી જયેશ મિયાત્રાએ ગુજરાત ગેસનું કામ કરતા માણસોને ગાળો આપી માણસો સાથે ઝપાઝપી કરતા મે મારા મોબાઇલમાં વિડિઓગ્રાફી કરતા આરોપી જયેશ મિયાત્રાએ મોબાઇલ પડાવવા જતા મોબાઇલ નહિ આપતા ગાળાના ભાગે અને વાસના ભાગે ઢીંકા મારી તેમજ આરોપી વસંત રાઠોડએ છુટા પથ્થરના ઘા મારી ઢીંચણના ભાગે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. જે સમગ્ર મામલે આરોપી વસંત રાઠોડ અને જયેશ ગગુભાઈ મિયાત્રા રહે. બંને જુના નાગડાવાસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.