અભિનેત્રી કલ્કી કોચ્લીનને બોલીવૂડમાં એક ગંભીર અભિનેત્રી ગણવામાં આવે છે. પરંતુ તે કહે છે કે તેણે કોઈ એક જ ભૂમિકામાં ટાઈપ થવું ગમતું નથી. તે એક વર્સેટાઈલ એકટ્રેસ છે અને તેને બધી પ્રકારની ભૂમિકા ભજવવી છે.ઈન્ટરનેશનલ ચહેરા મહોરો ધરાવતી કલ્કીએ વિદેશી ભાષાની ફિલ્મ (ફ્રેંચ)માં પણ કામ કર્યું છે. તે કહે છે કે મને હોલીવૂડ જવાની કોઈ ઉતાવળ નથી. મારે લોસ એન્જલસની ફિલ્મમાં અલપ-ઝલપ દેખાવું નથી. આપણા દેશી કલાકારો અંગ્રેજી ફિલ્મોમાં સાવ નજીવી ભૂમિકા મળે તો ય રાજીના રેડ થઈ જાય છે પરંતુ પડદા પર તેમની ભૂમિકા સાવ શ્રુલ્લક હોય છે.કલ્કી કોચ્લીને પ્રથમ ફિલ્મ ‘દેવ-ડી’થી જ વિવેચકો અને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે કલ્કી પ્રોડયુસરની પાસે સ્ક્રિપ્ટની માંગ કરે છે. તેને ‘લેડી આમીર ખાન’ પણ કહેવામાં આવે છે. જો કે, એકવાર ફિલ્મ શુટિંગ શરૂ થયા બાદ ડાયરેકટરના કામમાં કદી ચંચૂપાત કરતી નથી તે સંપૂર્ણપણે ડાયરેકટરને તાબે થઈ જાય છે.તેની છેલ્લી બે રજૂ થયેલી ફિલ્મો (જિયા ઔર જિયા)માં કલ્કીના કામની પ્રશંસા થઈ છે. તે કવોન્ટીન્ટીમાં નથી માનતી પણ કવોલિટીમાં માને છે.ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં હાજરી આપીને કલ્કી કોચ્લીન પોતાને ધન્ય અનુભવતી હતી કેમ કે, તેને હતું કે આ પ્લેટફોર્મ એવું છે જયાં દુનિયાભરના કલાકારોનો જમાવડો થાય છે. કલ્કીએ ડીવોર્સ લીધા છે. હવે તે સંપૂર્ણ ફોકસ ફિલ્મી કારકિર્દી પર કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે આ કોઈ અડચણ નથી હું મારી રીતે ફિલ્મો કરવા આઝાદ છું. કોઈપણ ભોગે યાદગાર ફિલ્મો જ કરવી છે તેથી જ એડવાન્સમાં સ્ક્રિપ્ટની ડીમાન્ડ કરું છું અને પછી જ ફિલ્મોની પસંદગી કરું છું. એમ હું ફિલ્મોની બાબતમાં ચૂઝી છું પરંતુ કંગના રનૌટની જેમ હું ફિલ્મનો હીરો હોય તેવો આગ્રહ રાખતી નથી.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છના 10 જિલ્લાના મંડલ પ્રમુખોના નામ જાહેર કરતો ભાજપ
- Ahmedabad: CMના હસ્તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુકાશે
- માંગરોળ: શંકાસ્પદ લાકડા ભરેલા બે ટ્રકોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા
- આ કલર પહેરવાથી ઘટશે ડિપ્રેશનની અસર, ટ્રાય કરી જુઓ
- ગીર સોમનાથ: સાસણગીર ખાતે સંગીત ઉત્સવ 2024 નો બે દિવસીય ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરાયું
- મહેસાણા: વિસનગરથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
- મેરી ક્રિસમસ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નાતાલની રંગે ચંગે ઉજવણી
- હવે ધો.11 સાયન્સમાં ગ્રૂપ બદલીને પણ અભ્યાસ કરી શકાશે