બાળકોએ કુમળા ફુલ જેવા હોય છે. તેને પંપાળી અને સમજાવીને જીદ કરતા અટકાવવા જોઇએ. પરંતુ ક્યારેક બાળકની જીદ એટલી હદે વધે છે કે તેને સમજાવવા હથિયાર અપનાવે છે. અને પહેલાંના જમાનાની કહેવત પણ હતી કે ‘સોટી વાગે ચમચમ વિદ્યા આવે સમસમ’ પરંતુ અત્યારની પેઢીના બાળકો માટેની તમામ વ્યાખ્યા અને બાળ મનોવિજ્ઞાનની થીયરી બદલી છે ત્યારે શાળામાં પણ વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડવાની મનાઇ આવી છે. ત્યાર ઘરે તોફાન જીદ કરતા બાળકને મારવું કેટલું યોગ્ય છે. તો આ બાબતે અનેક રુઢીવાદી લોકો ડિસીપ્લીન માટે બાળકોને માર મારે છે. ત્યારે બીજી બાજુઆ વિષય પર એક્સપર્ટનું કંઇક અલગ કહેવું છે તેઓનાં કહેવા પ્રમાણે આ વસ્તુ કે આવું બાળક સાથેનું વર્તન તદ્ન ખોટું છે તેમજ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે બાળકોને માર માારવોએ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે તેવા વર્તનથી બાળક સુધરવાના બદલે વધુ બગડે છે. ટેક્ષાસ યુનિવર્સિટીના એક અધ્યયન અનુસાર ૧૨,૧૧૨ બાળકોને લઇ એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપ માર મારવા વચ્ચે ભલેને ગમે એટલો અંતરાલ આવે તેનું પરિણામ ખરાબ જ આવે છે. આમ બાળકોને માર મારવો એ અસરકારક ટેકનીક નથી. એનાથી બાળકોમાં વર્તનમાં જે પરિવર્તન આવે છે તે ભયાનક જ આવે છે એટલે બાળકોને માર મારવોએ સકારાત્મક નથી….
Trending
- કેશોદ: શહેર અને તાલુકા જિલ્લા સંગઠન દ્વારા નવા પ્રમુખોની વરણી કરાઈ
- Airtel Down: દેશના અનેક શહેરોમાં એરટેલ સેવાઓ બંધ
- Surat: વરાછા વિસ્તારમાં 25 વર્ષ યુવતીની મંગેતરે જ કરી હ-ત્યા
- ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગમાં 400+નો સ્કોર મેલબોર્ન ટેસ્ટનો ઇતિહાસ બદલાવી શકશે?
- સુંદર લગ્ન જીવન જોઈએ છે?: કાંટાળો તાજ નહીં સુંદર ઉપવનની જેમ જુઓ !!
- IRCTC Down: એક મહિનામાં બીજી વખત IRCTC સાઇટ ડાઉન, શું છે કારણ?
- ઉંમર સાથે આંખને પણ ‘સુંદર’ રાખતા શીખી જાવ
- ન હોય…કોલકાતા એરપોર્ટ પર રૂ.10માં ચા અને 20માં સમોસા મળશે