લગભગ બધાં જ બાળકોને આ આદત હોય છે, પરંતુ અમુક બાળકોને પહેલા વર્ષે જ આ આદત છૂટી જાય છે તો ઘણાં બાળકો ૬-૭ વર્ષનાં થાય ત્યાં સુધી આ આદત છૂટતી જ ની ઘણી વખત આ નોર્મલ આદત બાળકમાં કોઈ પ્રકારનો બિહેવિયરલ પ્રોબ્લેમ કે માનસિક પ્રોબ્લેમ સૂચવે છે આજે જાણીએ આ આદતનાં કારણો ને એનાી કઈ રીતે પીછો છોડાવી શકાય એ સોલ્યુશન વિશે
નાનાં બાળકોની એવી ઘણી આદતો હોય છે જે છોડાવવામાં માતા-પિતાના નાકમાં દમ આવી જાય છે, કારણ કે આ આદતો છોડાવવી એટલી સહેલી ની હોતી. આવી એક આદત એટલે અંગૂઠો ચૂસવાની આદત. આ આદત આમ તો સામાન્ય રીતે ઘણાં બાળકોમાં જોવા મળે છે, પરંતુ ધીમે-ધીમે એ છૂટતી જાય છે. પરંતુ અમુક બાળકોમાં આ આદત લાંબા સમય સુધી, ખાસ કરીને સ્કૂલ જવાનું શ‚ કરે ત્યાં સુધી પણ જોવા મળે છે. આજે આપણે જાણીએ બાળકને અંગૂઠો ચૂસવાની આદત શા માટે પડે છે અને એને દૂર કરવાના શું ઉપાય છે.
ચૂસવાની આદત
જન્મેલા બાળકને ચૂસવાની આદત હોય છે. બાળક જેવું જન્મે એવું તરત જ માતાનું ધાવણ ધાવી શકે છે. તેને કોઈએ શીખવાડવું ની પડતું કે કઈ રીતે ચૂસી શકાય. તે તેને આવડે જ છે. ઘણાં બાળકો માતાના ગર્ભની અંદર પણ અંગૂઠો ચૂસતા હોય છે. બાળકની ચૂસવાની જ‚રિયાત પર વાત કરતાં જાણીતા પીડિયાટ્રિશ્યન ડોકટર કહે છે, ૬ મહિના સુધી બાળક માટે ચૂસવાની ખૂબ જ જ‚ર હોય છે. ઘણી વખત આ જરૂરત લંબાઈ જાય છે. ચૂસવાી તેને તેનો ખોરાક મળે છે માટે જ તેની અંદર ભાવના જાગ્રત થાય છે અને એ ભાવના છે સંતોષની. નાના બાળકના શરીરમાં ઘણાબધા ફેરફાર તા હોય છે. ખાસ કરીને પહેલા એક વર્ષમાં. આ ફેરફારો અને પોતાના વિકાસ સો તાલમેલ બેસાડવો એક નાનકડા બાળક માટે સહેલી વસ્તુ ની. ચૂસવાી બાળકને સિક્યોરિટીનો અહેસાસ ાય છે. આ સંતોષ અને સિક્યોરિટી જ છે જેની બાળકને ઘણી મોટી ઉંમર સુધી ખૂબ જ જઆરયુર હોય છે.
પ્રોબ્લેમ્સ
૧ વર્ષી નાનું બાળક સૂતાં-સૂતાં પોતાના હા, આંગળાં, પગનો અંગૂઠો મોઢામાં લે છે એનું કારણ એ છે કે તે કોઈ પણ વસ્તુને મહેસૂસ કરવા માટે એને મોઢામાં જ નાખે છે. બાળકની ચૂસવાની જે જ‚રિયાત છે એ સ્તનપાન દ્વારા પૂરી ાય છે અને તેને સંતોષ અને સિક્યોરિટી બન્ને મળી રહે છે. એ વિશે વધુમાં સમજાવતાં ડો. પંકજ પારેખ કહે છે, ઘણી વખત મમ્મીઓ સ્તનપાન નહીં છોડનારાં બાળકોને જબરદસ્તી છોડાવવા માટે દૂધની બોટલનો સહારો લે છે. તો ઘણાં બાળકો ૩-૪ વર્ષનાં ાય ત્યાં સુધી પણ બોટલમાં દૂધ પીતાં હોય છે, કારણ કે દૂધની બોટલ છોડાવવી પણ અમુક બાળકો માટે ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે. આમ બહોળા ર્અમાં જોઈએ તો સ્તનપાન છોડવામાં પ્રોબ્લેમ કે દૂધની બોટલ છોડવામાં પ્રોબ્લેમ અને અંગૂઠો ચૂસવાની આદત આ બધાના મૂળમાં બાળકની ચૂસવાની આદત અને જ‚ર છે.
આદત
અંગૂઠો કોઈ બાળક ક્યારે ચૂસતું હોય છે એ સમજવા જેવી બાબત છે. એ વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડોકટર કહે છે, જ્યારે બાળક એકલું પડે, કોઈ વસ્તુ તેને ન ગમતી હોય, તે ખૂબ જ થકી ગયું હોય, ઇરિટેશન તું હોય, પોતાની ભાવના વ્યક્ત ન કરી શક્યું હોય, મૂંઝવણમાં હોય તો બાળક અંગૂઠો મોઢામાં નાખી દે છે. મોટા ભાગે એવું જોવા મળે છે કે બાળક બિઝી હોય, કંઈક કામ કરતું હોય ત્યારે તે અંગૂઠો મોઢામાં નાખતું ની. પરંતુ જેવું ફ્રી ઈને બેસે કે ટીવી જોતું હોય ત્યારે તે અંગૂઠો મોઢામાં નાંખીને બેસી જાય છે.
ધીમે-ધીમે આ આદત તેના સબ-કોન્શિયસ મગજ દ્વારા સ્વીકારાઈ જાય છે જેી ઘણી વાર એવું બને છે કે બાળકને ખુદને ખબર જ ની હોતી કે તેણે અંગૂઠો મોઢામાં નાખ્યો છે.
નુકસાન
અંગૂઠો ચૂસવાની આદત જો કોઈ બાળકને જતું હોય ત્યાં સુધી એટલે કે ૪ વર્ષની ઉંમર સુધી હોય તો કોઈ ખાસ પ્રોબ્લેમ તો ની, કારણ કે આ આદત ઘણી જ કોમન છે અને એ ધીમે-ધીમે એની મેળે છૂટતી જાય છે. પરંતુ જો ૪ વર્ષી ઉપરના બાળકને આ આદત પડી હોય તો એ ચિંતાનું કારણ હોઈ શકે છે. એ વિશે ડોકટર કહે છે, ખાસ કરીને અંગૂઠો ચૂસવાને લીધે બાળકને વારંવાર ઇન્ફેક્શન વાનો ડર રહે છે, કારણ કે હંમેશાં બાળકનો અંગૂઠો સાફ જ રહે એવું કહી શકાય નહીં. આ ઉપરાંત અંગૂઠો ચૂસવાને કારણે બાળકના દાંત ખરાબ આવે છે. ખાસ કરીને ઉપરના દાંત આગળ પડતા રહી જાય છે. આ ઉપરાંત ઘણાં બાળકો જે ખૂબ લાંબા સમય સુધી અંગૂઠો ચૂસવાની આદત ધરાવે છે તેમને બોલવામાં પણ થોડી તકલીફ પડે છે. કાં તો આવાં બાળકો મોડું બોલતાં શીખે છે અને કાં તો આવાં બાળકો અમુક અક્ષર બરાબર બોલી શકતાં ની.
શું કરવું?
૧. મોટા ભાગના લોકો ઘરગથ્ુ ઉપચાર અપનાવતા હોય છે જેમાં અંગૂઠા પર કડવાણી કે મરચું લગાવીને રાખે કે જેી ખરાબ અનુભવ તાં બાળક અંગૂઠો ચૂસતાં ભૂલી જાય.
૨. ક્યારેક બાળકો માતા-પિતાનું અટેન્શન પામવા માટે પણ આવું કરતાં હોય છે. આવા સમયે તેની આ આદત વિશે કોઈ ચર્ચા જ ન કરો. તેને અવગણશો તો આદત આપોઆપ છૂટી જશે.
૩. ઘણી વખત એવું બને છે કે બાળકને જેની ના પાડો એ જ કરવાની તેને મજા આવતી હોય છે. ત્યારે તેને સીધી રીતે ના પાડવા કરતાં આડકતરી રીતે સમજાવો. જેમ કે તેની સામે એકબીજા સો વાત કરો કે ફલાણો છોકરો અંગૂઠો ચૂસતો હતો તો કેટલો ગંદો લાગતો હતો!
૪. ક્યારેય બાળકને આ આદતને કારણે ખિજાઓ નહીં કે તેનું અપમાન ન કરો. બધાની વચ્ચે તેને ખરાબ લાગે એમ ટોકતા નહીં. ઊલટું તેને જેટલું સમજાવીને પ્રેમી કામ લઈ શકાય એટલું લો.
૫. જો બાળક તમારી વાત માનીને અંગૂઠો ચૂસવાની આદત છોડે એટલે કે એકાદ દિવસ કે અમુક કલાકો અંગૂઠો ચૂસ્યા વગરના વિતાવે તો તેને વખાણો. તેની પ્રશંસા કરો.
૬. બાળક અંગૂઠો કેમ ચૂસે છે એના મુખ્ય કારણને પકડો. જો કોઈ પ્રકારની ઇનસિક્યોરિટી હોય, અસંતોષ હોય તો પહેલાં એને દૂર કરવા મહેનત કરો.
૭. જો બધું જ કર્યા છતાં ૫-૬ વર્ષની ઉંમર પછીી પણ બાળક અંગૂઠો ચૂસ્યા કરે તો કોઈ નિષ્ણાત પાસે તેને લઈ જવું, કારણ કે તેને કોઈ બિહેવિયરલ પ્રોબ્લેમ હોઈ શકે છે અવા કોઈ માનસિક પ્રોબ્લેમ પણ હોય એવું બને.