વેપાર માટે લીધેલા રૂ.૩ લાખના ૧૫ ટકા વ્યાજે પૈસા ઉઘરાવ્યા: જમીન-મકાન ના ધંધાર્થીએ ચીઠ્ઠી લખી ઝેર ગટગટાવ્યું

પોલીસ દ્વારા વ્યાજ કરો સામે અને કડક પગલાં ઓ લીધા હોવા છતાં પણ જાણે વ્યાજખોરોને ખાખીનો ખૂબ જ ન રહ્યો હોય તેમ બેફામ પઠાણે ઉઘરાણી કરવાનું યથાવત રાખ્યું છે. તેઓ જે કિશોર ગઈકાલે પણ શહેરમાં એરપોર્ટ રોડ પર સામે આવ્યો હતો જેમાં પઠાણી ઉઘરાણીથી કંટાળીને એસ્ટેટ બ્રોકરે આરએમસીના બગીચા પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વ્યાજખોરને દબોચી લીધો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીન માર્ગ પર પિરામીડ એપાર્ટમેન્ટની બી વિંગમાં ફલેટ નં. ૭૦૩માં ભાડેથી રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા કિરીટભાઈ નાનજીભાઈ સવાણીએ યોગેશ્વર પાર્ક સાધુ વાસવાણી રોડ પર રહેતા વ્યાજખોર અર્જુન જગદીશ ગુજરીયાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં કિરીટભાઈ ના પત્ની સિમાબેને ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે સીમાબેન (ઉં.વ.૫૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામે તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. સંતાનમાં બે પુત્રી છે. બંને રાજકોટમાં – સાસરે છે. ગઇકાલે નોકરી પર હતા ત્યારે કિરીટભાઈએ તેમને કોલ કરીને અર્જુનભાઈ પાસેથી વ્યાજે પૈસા લીધા છે જે હવે મને હેરાન-પરેશાન કરી પ્રેસર કરે છે. જેથી તેનો તારી ઉપર ફોન આવે તો કહી દે જે કે તમે રૂપિયા મારા પતિને આપ્યા છે તો તેની સાથે વાત કરી લેજો. ત્યારબાદ તે નોકરીએથી ઘરે આવી ગયા હતા. પતિને કોલ કરી જાણ – કરતાં થોડીવારમાં આવું છું તેમ કહ્યું હતું. જેને કારણે ભાઈ કૌશિકને ઘરે બોલાવ્યો હતો. ઉપરાંત બંને જમાઇ પણ ઘરે આવી ગયા હતા. રાતસુધીમાં પતિ ઘરે નહીં આવતા ફરીથી તેને કોલ કરતા કહ્યું કે અર્જુનભાઈ પઠાણી ઉઘરાણી કરે છે, જેથી હું ત્રાસી ગયો છું, મારે હવે મરી જઉં છે, એટલે મેં દવા પી લીધી છે. હાલ ક્યાં છો તેમ પૂછતા એરપોર્ટ તરફ જતા બગીચા પાસે હોવાનું કહેતા તત્કાળ પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા હતા અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સિવિલમાં પ્રાથમિક સારવાર અપાવી ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડ્યા હતા. જ્યાં પૂછતા કહ્યું કે અર્જુનભાઈ પાસેથી શરૂઆતમાં રૂા.૧ લાખ ૧૫ ટકા વ્યાજે લીધા હતા. જેનું દર મહિને ૧૫ હજાર વ્યાજ ચૂકવતા હતા. થોડા સમય બાદ રૂા. ૨ લાખ પણ ૧૫ ટકા વ્યાજે લીધા હતા. બંનેના મળી કુલ રૂા. ૪૫ હજા૨ વ્યાજ ચૂકવતા હતા. થોડા સમય બાદ વ્યાજ ચૂકવી નહીં શકતા અર્જુન અવારનવાર પટેલ કન્યા છાત્રાલય પાસે આવેલી પાનની દુકાને બોલાવી ગાળાગાળી અને વ્યાજ આપવા દબાણ કરતો હતો.

તો બીજી તરફ એસ્ટેટ બ્રોકર કોરોના કાળ દરમિયાન ધંધો બરાબર ચાલતો ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા ન હતા. એકાદ વર્ષ પહેલા અર્જુનને કહ્યું કે હવે હું ૧૫ ટકા વ્યાજ ચૂકવી શકું તેમ નથી. જેથી તેણે રૂા. ૧૫ લાખની ઉઘરાણી કાઢી દર મહિને તેનું ૩ ટકા વ્યાજ લેવાની વાત કરી હતી. એટલું જ નહીં આ રકમ હાથછીની લીધી છે તેવું સ્ટેમ્પ પેપર પર લખાણ પણ કરાવી લીધું હતું. આ ઉપરાંત રૂા. ૧૫ લાખના બે ચેક પણ લઇ લીધા હતાં.

આ પછી પાંચ-છ મહિના સુધી સમયસર વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ વ્યાજ ચૂકવી નહીં શકતા અર્જુને તેના નામે ઘરઘંટી, બે મોબાઈલ, એસી અને એક્ટીવા લોન ઉપર લીધા હતા. જેના તમામ હપ્તા તેના બેંક ખાતામાંથી કપાતા હતા. છ-સાત દિવસ પહેલા અર્જુને તેને ફરીથી પટેલ કન્યા છાત્રાલય પાસેની પાનની દુકાને બોલાવી તા૨ે અત્યારે જ પૈસા આપવા પડશે તેમ કહી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં મારવા દોડતા ભાગી ગયા હતા. આ પછી અર્જુન અવારનવાર કોલ કરી પઠાણી ઉઘરાણી કરતો હોવાથી ગઇકાલે તેના ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. પરિણામે અર્જુન તેના મોટામવાના રેઇનબો એપાર્ટમેન્ટમાં આવેલા ફલેટે ગયો હતો. ફલેટનો બહારથી ફોટો પાડી વોટ્સએપમાં મોકલ્યો હતો. બાદમાં તેણે તેને કોલ કરતાં કહ્યું કે તું મારા રૂપિયા નહીં આપ તો હું તારા ઘરના સભ્યોને હેરાન કરીશ, તેમને જાનથી મારી નાખીશ, તેવી ધમકી આપતા આખરે ઝેરી દવા પી લીધી હતી.

આ ઘટના અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે વ્યાજખોર અર્જુન ગુજરિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.