સમગ્ર રઘુવંશી સમાજને પ્રસાદ માટેનું એલઆર પરિવારનું આમંત્રણ
દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર ઓખામંડળ બારાડી વિસ્તારના લોહાણા સમાજ માટે ઉભી ધામ અને શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દરેક રઘુવંશીઓને પ્રસાદ લેવા માટે તેમજ શ્રીનાથજીની ઝાંખીનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવાનું લક્ષ્મીદાસ રામજી રબારી પરિવારની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
દ્વારકાધીશના ખોળે જનજની સેવા કરવામાં જ પ્રભુની સેવા થયાનું માનતો પાબારી પરિવાર રઘુવંશી સમાજના વિકાસ કાર્યો અને સેવા કાર્યોમાં હંમેશા મોખરે રહે છે. પાબારી પરિવાર દ્વારા અગાઉ પણ દીકરીઓના માવતર બનીને સમૂહ લગ્નનું આયોજન, જરૂરિયાત મંદિર પરિવારોને વસ્ત્રો અને અનાજનું વિતરણ, ભૂખ્યાઓને ભોજન જેવા સતત સેવા કર્યો કરવામાં આવતા રહે છે ત્યારે હાલમાં લક્ષ્મીદાસ રામજી પાબારી (એલ.આર) પરિવારના યજમાન પદે તારીખ 17/09/2023 ને રવિવારના રોજ સાંજે 07:00 વાગ્યે સમસ્ત લોહાણા સમાજ માટે ઉભી ધામ તેમજ શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રીનાથજીની ઝાંખી તેમજ ઉભી ધામના આ આયોજનમાં જાણીતા અને માનીતા કલાકાર શ્રી મેહુલભાઈ બુધદેવનું ગ્રુપ શ્રીનાથજીના ભજન કીર્તનનું રુસ્પાન કરાવશે. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજને આવન જાવન માટે વિશેષ ગાડીની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉભી ધામના મુખ્ય દાતાશ્રીઓ પ્રાણજીવનભાઈ લક્ષ્મીદાસ પાબારી, બીપીનભાઈ લક્ષ્મીદાસ પાબારી, દિનેશભાઈ બીપીનભાઈ પાબારી એટલે કે મુન્નાભાઈ, નિલેશભાઈ બીપીનભાઈ પાબારી, અને સમગ્ર એલ આર પરિવારનો સહયોગ છે. આ ઊભી ધામમાં તમામ રઘુવંશીઓને પ્રસાદ લેવા માટે પધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપવાનું એલ આર પરિવારની યાદીમાં જણાવેલ છે.