વાંકાનેર સમાચાર
વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરબાર ગઢ માર્ગ પર આવેલ દેરાસર ખાતે તા.12થી 20 દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પર્યુષણ પર્વ ની ઉજવણી કરવામાં આવશે.દરાસરને રોશની થી ભવ્ય સુશોભિત કરવામાં આવ્યું છે.દેરાસરમાં નિત્યે પ્રભૂજીને અવનવી અંગ રચના, વ્યાખ્યાન, પૂજન અર્ચન, દિપ માળા, પ્રતિક્રમણ,વરઘોડા જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં વાંકાનેરનાં જૈન જેનેતરો ઉત્સાહ પૂર્વક તપ આરાધના કરી ધર્મ મય ઉજવણી કરી રહ્યા છે. પ્રભૂજીને નિત્ય અવનવી કલાત્મક અંગ રચના કરવામાં આવતાં જેનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવા સુદ પાંચમ નાં રોજ જલ યાત્રા નો ભવ્ય વરઘોડો બેન્ડની સુરાવલીઓ સાથે શહેરનાં મુખ્ય માર્ગો પર કાઢવામાં આવશે.