ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સે તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સુખદ ઉકેલ નહીં આવતા છેવટે આકરું વલણ અપનાવ્યું: કાલે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે. રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે એટલે કે કાલે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. જેથી, 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપ માલિક દ્વારા પેટ્રોલ ડીઝલની ખરીદી કરવામાં આવશે નહી. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સે તેમના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો કોઈ સુખદ ઉકેલ નહીં આવતા છેવતે આકરું વલણ અપનાવ્યું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં જોઈ સંતોષજનક પગલાં કે ઉકેલની દિશામાં આગળ નહીં વધવાના સંજોગોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સનું કહેવું છે કે છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જીનમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સીએનજી ડીલર માર્જીન પણ 1લી નવેમ્બર,2021થી 31મી માર્ચ,2023 એટલે કે 17 મહિના માટે પ્રાપ્ત થયેલ નથી. તેમ જ બ્રાન્ડેડ પેટ્રોલ-ડીઝલના ફરજિયાત વેચાણ કરવા સતત દબાણ કરીને ડીલરને પરેશાન કરવામાં આવે છે.
વધતાં ભાવ વચ્ચે કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. દર વર્ષે કમિશન વધારવાનો નિયમ હોવાથી એસોસિએશન પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કમિશન વધારવાની માગણી કરી રહ્યા છે. પેટ્રોલ પંપ એસોસિએશનનું કહેવું છે કે, છેલ્લા 6 વર્ષથી કમિશન વધારવામાં આવ્યું નથી, જે નિયમથી વિરુદ્ધ છે, જો નિયમ પ્રમાણે કમિશન વધારવામાં આવે તો હાલની સ્થિતિએ મળતા કમિશનથી ડબલ કમિશન મળી શકે છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે, છેલ્લા છ વર્ષથી ડીલરના માર્જિનમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત સીએનજી ડીલરનું માર્જિન 1 નવેમ્બર 2021 થી 31 માર્ચ 2023 એટલે કે 17 મહિના સુધી મળ્યું નથી. આ ઉપરાંત બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરીને ડીલરને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ માંગ ઓઇલ કંપનીને સામે અનેક વખત મૂકવા છતાં નિરાકરણ ન આવતા પેટ્રોલ-ડીઝલ નહીં ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.
ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે.
પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની શું છે માંગ
- છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ
- સીએનજીનું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના આક્ષેપ
- બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ દબાણ કરાતું હોવાના એસોસિએશનના આક્ષેપ