તા. ૧૪.૯.૨૦૨૩ ગુરુવાર , સંવંત ૨૦૭૯ નિજ શ્રાવણ વદ અમાસ, દર્શ અમાસ, કુશગ્રહણીઅમાસ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, સાધ્ય યોગ, ચતુષ્પાદ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : નવી વસ્તુની ખરીદી કરી શકો, સુખ સગવડના સાધનો વસાવી શકો, દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યમાં સફળતા મળતી જણાય,ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : આજના દિવસે કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : નવા સંબંધોમાં અને વર્તુળમાં સારું રહે, સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નોકરિયાતવર્ગે કાળજી રાખવી પડે, સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ઇષ્ટદેવના સ્મરણથી કાર્ય પાર પડે, નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : કેટલીક બાબતો મનમાં ખુચ્યા કરે, માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :રાજનીતિમાં અને જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): જીવન પદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂરત જણાય, તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
— રાહુ વિદેશયાત્રા માં વૃદ્ધિ સૂચવે છે
આજરોજ શ્રાવણ વદ અમાસ, દર્શ અમાસ, કુશગ્રહણી અમાસ છે અમાસ વૃદ્ધિ તિથિ પણ છે માટે ભાદ્રપદ માસનો પ્રારંભ શનિવારથી થશે. રાહુ મહારાજ જન્મકુંડળીમાં ચોથે,આઠમે અને બારમે સારું પરિણામ આપતા નથી તથા કોઈને કોઈ રીતે બંધન યોગનું પ્રયોજન કરતા જોવા મળે છે. ઓક્ટોબરના અંતમાં રાહુ મહારાજ નૈસર્ગીક બારમી રાશિ અને કાળપુરુષના બારમા ભાવની રાશિ મીનમાં પ્રવેશ કરશે જેથી આ સમયમાં ઘણા દિગ્ગજ લોકો કારાવાસ તરફ ગતિ કરતા જોવા મળશે તો બારમો ભાવ હોસ્પિટલનો પણ છે માટે ઘણા હાઈ પ્રોફાઈલ લોકોને સારવાર માટે હોસ્પિટલ જવાનું બની શકે છે વળી આ સમયમાં મોટી જેલને લગતા ષડયંત્ર તથા જેલ સુરક્ષા અને જેલમાં મળતી સવલતો અને ત્યાંથી થતી ગતિવિધિ પ્રકાશમાં આવશે અને મોટા પાયે ચેકીંગ પણ હાથ ધરવામાં આવશે.આ જ રાહુ વિદેશયાત્રા માં વૃદ્ધિ સૂચવે છે જેનો લાભ એરલાઇન્સને મળતો જોવા મળશે આ સમયમાં બુધ મહારાજ વ્યાપાર વાણિજ્યને ઉત્તેજન આપતા જોવા મળશે અને સૂર્ય અને મંગળ સાથે મળીને વિશ્વ સ્તરે નવી રણનીતિ બનાવતા જોવા મળશે જેના કારણે ઘણા દેશની વિદેશનીતિમાં ધરખમ ફેરફાર જોવા મળશે તો વ્યસનની દુનિયામાં ઘણી નવી બાબતો આ સમયમાં જોવા મળશે અને ડ્રગ્સ તસ્કરી માટેના અલગ રૂટ કે અલગ પદ્ધતિઓ સામે આવતી જોવા મળશે વળી રાજનીતિના ઘણા ખેરખાં આ સમયમાં સાઈડલાઈન થતા પણ જોવા મળશે અને પ્રાદેશિક પક્ષોમાં ઘણી ઉથલપાથલ થતી જોવા મળશે.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨