20 વર્ષની ઉંમરમાં ચોરીના ગુન્હામાં આરોપી બનેલો શખ્સ 78 વર્ષની વયે ઝડપાયો
મહારાષ્ટ્રના ઉદાગીરના ગણપતિ વિઠ્ઠલ વાગોર વર્ષ 1965માં માત્ર 20 વર્ષના હતા ત્યારે બિદરના મહેકર ગામમાંથી બે ભેંસ અને એક વાછરડાની ચોરીમાં મુખ્ય આરોપી બન્યા હતા.
હવે 78 વર્ષીય વિઠ્ઠલની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી, સ્થાનિક પોલીસના કોલ્ડ કેસ પ્રોજેક્ટના ભાગરૂપે જેને એલપીસી તરીકે ઓળખવામાં આવે છે, આ કેસ લાંબા સમયથી પડતર છે. બિદર પોલીસ માટે આ સૌથી જૂની એલપીસી હતો જેની તેઓ હાલમાં તપાસ કરી રહ્યાં છે.
વિઠ્ઠલનો સહ-આરોપી કૃષ્ણ ચંદર, જે 1965માં 30 વર્ષનો હતો તે ધરપકડથી બચી ગયો હતો. તેનું 2006માં અવસાન થયું. બીદરના પોલીસ અધિક્ષક ચેન્નાબસવન્ના લંગોટીએ જણાવ્યું કે, કથિત ભેંસ ચોરીનો આરોપી વિઠ્ઠલ વર્ષોથી પોલીસ પકડથી દૂર હતો.
એસપીએ કહ્યું કે, વિઠ્ઠલની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અગાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે જામીન પર મુક્ત થયો ત્યારે તે ફરાર થઈ ગયો હતો પરંતુ ઓપન વોરંટ અમલમાં હતું.
પોલીસ મુજબ ભેંસ અને વાછરડાને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના કુરકી ગામમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા અને તેમના માલિક મુરલીધર મણિકારાવ કુલકર્ણીને પરત કરવામાં આવ્યા હતા.