ધોરાજીના ઇતિહાસમાં પ્રથમ વખત
ચૂંટાયેલા પદાધિકારીઓ, આગેવાનો મેળા મામલે મૌન કેમ સેવી રહ્યા છે? તે મોટો સવાલ
ધોરાજી ખાતે વર્ષોથી સરકારી મેળાના મેદાન ખાતે મેળાનું આયોજન થતું રહ્યું છે ત્યારે આ વર્ષે સરકારી મેદાન ખાતે મેળો યોજાશે નહીં. એ વાતને લઈ ધોરાજીની ધર્મપ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતા દુ:ખની લાગણી સાથે આશ્ચર્ય વ્યક્ત કરી રહી છે.આ મામલે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવેલ કે ધોરાજીમાં જન્માષ્ટમીની ધામધૂનપૂર્વક ઉજવણી થાય છે અને શાનદાર મેળો યોજાય છે પરંતુ આ વર્ષે સરકારી તંત્રની બેદરકારી અને પદાધિકારીઓ નજર અંદાજીના કારણે લોકો માટે યોજાતો લોકમેળો બંધ રહેવાનો ઐતિહાસિક બનાવો બનવા પામ્યો છે.ધોરાજી લોકમેળામાં સરકારે નિયુક્ત કરેલી કમિટી દ્વારા પ્રતિ વર્ષ મેળો યોજવામાં આવતો હતો જેમાં અંદાજિત દોઢ કરોડ જેવી આવક પણ થવા પામી છે જે લોકહિતના કાર્યો માટે વાપરવા માટેની છે.
તો આ વર્ષે સરકારી મેળાના મેદાનમાં સરકારી તંત્ર મેળો કેમ યોજી શક્યું નથી તેવા પ્રશ્નો પ્રજા પૂછી રહી છે. જન્માષ્ટમી મેળાના આયોજન માટે અધિકારીઓ કે પદાધિકારીઓની કોઈ મિટિંગ મળેલી નથી અને સંકલનના અભાવે સમગ્ર શહેરનો મેળો બંધ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે મેળો બંધ રહ્યો છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય સાંસદ કે કહેવાતા હિન્દુ આગેવાનો આ મામલે મૌન કેમ સવી રહ્યા છે ? તે સવાલ છે.બીજી તરફ ધોરાજીના નગરજનો અને નાના બાળકો મેળો અને મેળાના મનોરંજનથી દૂર ન રહે તે માટે અમુક યુવાનો દ્વારા ખાનગી મેળો યોજવામાં આવ્યો છે તે સરાહનીય છે. તેવું અંતમાં જણાવ્યું હતું.
ધોરાજી નો લોકમેળો બંધ રહેવો એ ઐતિહાસિક બનાવ ગણી શકાય અને લોકોને મેળાથી વંચિત રાખવામાં કોનો બદ ઇરાદો રહેલો છે તે પણ તપાસ થવી જોઈએ અને ધર્મ પ્રેમી અને ઉત્સવ પ્રેમી જનતા હિન્દુ તહેવાર તેમાં આયોજન નો અભાવ જેના કારણે મેળો બંધ રહે તે ઘટના દુખદ ગણી શકાય.