માનવસેવા યુવક મંડળ તેમજ ગવર્મેન્ટ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન જનજાગૃતિ રેલી યોજાઈ
ધોરાજી સમાચાર
રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે માનવસેવા યુવક મંડળ, અને ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી દ્વારા આજે તારીખ 5 નાં સવારે 10 કલાકે સરકારી હોસ્પિટલથી રેલી યોજવામાં આવી હતી, આ રેલી શહેરનાં સ્ટેશનરોડ પરથી પસાર થઈ, સર ભગતસિંહજીનાં બાવલા ચોક સુધી પહોંચી પૂર્ણ કરવામાં આવી હતી, ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે, ધોરાજીની જુદી જુદી સામાજિક સંસ્થાઓનાં અગ્રણીઓ આગેવાનો સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર, હોસ્પિટલનો સ્ટાફ, તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર વાછાણી, તેમનો સ્ટાફ તેમજ એડવોકેટ વીવી વઘાસીયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરકીશન માવાણી માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઈ સોલંકી સહિત નાગરિકો ચક્ષુદાન જનજાગૃતિ અભિયાનની રેલીમાં જોડાયા હતા.
ચક્ષુદાન રેલીનો હેતુ સ્વજનનાં મૃત્યુબાદ તેમનો પરીવાર ચક્ષુદાન કરે એ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, આ બાબતે ધોરાજી સિવીલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયને જણાવ્યું હતું. રેલીનાં પ્રારંભ પહેલા હોસ્પિટલનાં પટાંગણમાં સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જયેશભાઈ વસેટીયનને ફુલહારથી સન્માન , તેમજ બહેનોએ સાલ ઓઢાડી સન્માન કરેલ, તેમજ પધારેલા ધોરાજી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરકીશન માવાણી, માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઈ સોલંકીને ફુલહારથી સન્માન કરતા, એડવોકેટ વીવી વઘાસીયા એ તેમની કામગીરીને બિરદાવી હતી, ચક્ષુદાન મહાદાન સુત્રને સાર્થક કરવા ધોરાજી સિવીલ હોસ્પિટલનાં પટાંગણમાંથી ચક્ષુદાન જનજાગૃતિ રેલીનો પ્રારંભ થયો હતો અને શહેરનાં સ્ટેશનરોડ પરથી પસાર થઈ અને મહારાજા સર ભગવતસિંહજીનાં બાવલા ચોકમાં પૂર્ણ થઈ હતી.