સૌરાષ્ટ્રની જનતાના મનોરંજન માટે વિદેશી અવનવી રાઇડ્ઝની મસ્તી
જેમાં ઝાકમઝળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિક્યુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો મેળો એટલે રોયલ લોકોનો જન્માષ્ટમી રોયલ મેલા 1 – ર0ર3 તા.1 સપ્ટેબર થી 1 ઓકટોબર પારીજાત પાર્ટીપ્લોટ, રામાપીર ચોકડી પાસે, સ્ટર્લિંગ હોસ્પિટલથી આગળ પાસે, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે.
પારીજાત પાર્ટી પ્લોટ, શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે આયોજીત રોયલ લોકોનો રોયલ જન્માષ્ટમી મેલા-1માં 40 ફુટ ઉંચી અને લાંબી માછલી દર્શાવતુ આકર્ષક પ્રવેશ દ્વાર.
આ વખતે સૌરાષ્ટ્રની જનતા માટે વિદેશથી આવેલ અવનવી રાઇડઝ તેમજ નાના-મોટા સહુનાં શ્ર્વાસ અધ્ધર કરી દેતી અવનવી રાઇડ્ઝ જેવી કે ટોરાટોરા, જાયન્ટ વ્હીલ, બ્રેકડાન્સ, સલામ્બો, રેન્જર રાઇડ્સ, ઝુલા, ફજેતફાળકા, નાવડી, જમ્પીંગ જેક, 30 ફુટ ઉંચુ જમ્પીંગ, ફાઈવ-ડી શો, બુલ રાઇડ, હેલીકોપ્ટર, ચાંદ તારાનો આનંદ કંઇક ઔર જ છે, સાથે સાથે અવનવા કરતબ સાથે મોતનો કુવો નિહાળવાનો અદભુત મોકો અને પરિવાર સાથે આનંદ તો ખરો જ…
સૌરાષ્ટ્રની જનતા માટે હંમેશ કંઇક નવું લાવનાર રોયલ મેળાના આયોજકો દ્વારા આ વર્ષે જન્માષ્ટમી રોયલ મેળામાં સર્વે જે જોવા લાયક અન્ડરવોટર ટનલ એકવેરીયમ ઉભુ કરવામાં આવ્યુ છે. જે ગુજરાતભરમાં સૌપ્રથમવાર આ વખતે રોયલ મેળામાં જોવા મળશે. બીજી વખત જોવાનો મોકો કયાંય નહી મળે. તો તે જોવા સમગ્ર પરિવારને લઇને રોયલ મેળામાં ચોક્કસ પધારશો.
મેળામાં હરતા ફરતા ફની કાર્ટુન કેરેકટર્સ આપનું મન મોહી લેશે, અને બાળકો માટે ખાસમખાસ અવનવી વેરાઇટીના નવીનતમ રમકડાઓનો ખજાનો ધરાવતા ખાસ સ્ટોલ્સ પણ છે. આ ઉપરાંત અદ્યતન લાઇટીંગ સુવિધાથી સજજ સ્ટેજ પ્રોગ્રામ તો ખરો જ મહાલવા પધારો.
મેળામાં મેળો – રોયલ મેળો જેમા છે. બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં ઇમીટેશન જવેલરી, કટલેરી આઇટેમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટેમ્સ, કોસ્મેટીક . આઇટેમ્સ, કીચનવેર આઇટેમ્સ, કુકીંગવેર આઇટેમ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ, ઉપરાંત વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફ્ટસનો બેનમુન ખજાનો, પછી જોઇએ શું ? મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજ્યુકેશન આઇટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઇટેમ્સ, સ્પોર્ટસ એસેસરીઝનાં સ્ટોલ્સ તો ખરા જ…
ઉપરાંત રોજેરોજ ખ્યાતનામ સીંગર અને ઓરકેસ્ટ્રાના સંગાથે મસ્ત મસ્ત ફિલ્મી ગીતોની સુરધારા સાથે સાથે થ્રીડી મેપીંગ શો, લાઈટ અને સાઉન્ડ શો, લેઝર શોની મજા માણો.
આ વર્ષે શ્રાવણ માસ-ગણપતિને અનુસંધાને શંકર ભગવાન, ગણપતિ ભગવાન થીમ બેઈઝડ ડેકોરેશન કરવામાં આવેલ છે.
આવો ગમતનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઇ રહેલા મેળામાં ગુજરાતમાં કવોલીટીમાં નં.1 મેળામાં મહાવલવા સંચાલકો દ્વારા આમંત્રણ પાડવામાં આવે છે. સાથે સાથે રોયલ મેળામાં ફ્રી પાર્કિંગ સુવિધા તો ખરી જ.