બાઇક નંબરના આધારે ભક્તિનગર પોલીસે ગણતરીની કલાકમાં જ કામાંધને ઝડપી લીધો
શહેરના વાણીયાવાડીમાં રહેતા અને રૈયાધાર પર ડેકોરેશનની દુકાન ધરાવાત 44 વર્ષ થવા છતાં લગ્નથી વંચિત રહેતા દસ વર્ષની પરપ્રાંતિય તરુણીને વાસનાનો શિકાર બનાવવા કરેલા પ્રયાસથી ચકચાર મચી ગઇ છે. કાંમાધે કરેલા હીન કૃત્યનો ભક્તિનગર પોલીસે બાઇક નંબરના આધારે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ધરપકડ કરી ભક્તિનગર પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોમ્બે હોટલ ચોક નજીક રહેતા આસામના વતની નેપાળી પરિવારની દસ વર્ષની બાળકી ગત તા.31મી ઓગસ્ટે ગોંડલ રોડ પરના મંદિરે દર્શન કરવા ગઇ હતી ત્યારે આશરે 44 વર્ષના અજાણ્યો યુવાન જી.જે.3ઇએસ. 5543 નંબરના ડીસ્કવર બાઇક પર ત્યાં આવ્યો હતો. માસુમ બાળકીને કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસેના ગૌતમ કોમ્પ્લેક્ષ પાસેના ખુણામાં બોલાવી હતી.
દસ વર્ષની સગીરાને વાસનાનો શિકાર બનાવનારને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા
નાસમજ બાળકી નરાધમના કહેવા મુજબ તેની પાસે ગઇ ત્યારે અંધારાનો લાભ લઇ બાળકીને અડપલા કરતા બાળકીએ બુમાબુમ કરી હતી. ગભરાયેલો બાઇક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હોવાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.આઇ. મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે ઘટના સ્થળના સીસીટીવી ફુટેજ અને બાઇક નંબરના આધારે વાણીયાવાડી શેરી નંબર 2માં રહેતા ભાવિન કારિયાની સંડોવણી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી પોલીસે આકરી પૂછપરછ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.ભાવિન કારીયાના 44 વર્ષનો થવા છતાં અપરિણીત છે અને રૈયાધાર પર ડેકોરેશનનું કામ કરતો હોવાનું જાણવા મળે છે.
આરોપી માનસિક અસ્થિર હોવાનો પરિવારજનોનો દાવો
આરોપી ભાવિન કારીયા સામે ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાતા તેના પરિવારજનો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભાવિન નાનો હતો ત્યારે મોરબી હોનારત થતાં તેની માનસીક સ્થિતિ નબળી થઈ ગઈ હોવાથી પરિવાર તેને કામથી બહાર જવા દે છે.પરંતુ ગત.31 ના તે ઘરે જતો હતો ત્યારે આ ઘટના બનવા પામી હતી.જેથી તેના પરિવારે તે માનસિક બીમાર હોવાનો દાવો કર્યો હતો