ટ્રાફિક સમસ્યા હળવી કરવા છ ઓવરબ્રિજ,અંડર બ્રિજ બનાવાયા: પ્રાથમિક શાળાઓનાં સુવિધાસભર નવા અદ્યતન બિલ્ડીંગ, લાઈબ્રેરીનું નિર્માણ: અઢી વર્ષમાં 6754 આવાસોનું નિર્માણ: સૌની-યોજના હેઠળ શહેરના જળાશયોને જોડી પાણીની સમસ્યા ભૂતકાળ બનેલ
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવના નેતૃત્વમાં અઢી વર્ષના કાર્યકાળમાં રાજકોટ શહેરને વિકાસપથ પર દોડતું રાખવા અવિરત સહયોગ પ્રદાન કરનાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકાર પ્રત્યે મેયરએ આભારની લાગણી વ્યક્ત કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી શાસન રહ્યું છે. તે હકીકત શહેરીજનોનો ભાજપ પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. શહેરીજનોનો વિશ્વાસ અકબંધ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેરની વિકાસયાત્રામાં પ્રાથમિક સુવિધાના કામો તેમજ અનેક નવા ભળેલ વિસ્તારોને પણ વહેલામાં વહેલી તકે સુવિધા મળે તે માટેના સતત પ્રયત્નો સાથે ઉપરાંત અનેક પ્રોજેક્ટો પૂર્ણ કરી આગળ ધપાવી સ્માર્ટ સિટી કૂચને જાળવી રાખેલ છે.
આ વિકાસયાત્રા આગળ ધપવા બદલ મેયરશ્રીએ ખુશીની લાગણી વ્યક્ત કરતા એમ જણાવ્યું હતું કે, શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં જ્યાં માનવી ત્યાં સુવિધાની કટિબદ્ધતા સાથે સુવિધા આપવાની કામગીરીને રાજકોટ મહાનગરપાલિકાએ અગ્રતા આપેલ છે. આ ઉપરાંત શહેરના ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર, પંડિત દીનદયાળ ઔષધાલય શરૂ કરેલ છે, જે આશીર્વાદરૂપ સમાન છે. આ અઢી વર્ષના કાર્યકાળમાં નોંધપાત્ર કહી શકાય તેવા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરેલ છે. જ્યારે કેટલાક પ્રોજેક્ટ્સ પ્રગતિમાં છે.
મેયર તરીકેના અઢી વર્ષ દરમ્યાન થયેલી વિકાસલક્ષી કામગીરીની આછેરી ઝલક અત્રે પ્રસ્તુત છે.
યારે રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા અઢી વર્ષમાં પ્રાપ્ત થયેલ એવોર્ડમાં
ક્લાયમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટફ્રેમ વર્ક (CSCAF) અંતર્ગત રાજકોટએ 4 સ્ટાર મેળવ્યા: માન. મેયરશ્રી ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાની જાહેરાત: 126 શહેરોમાંથી માત્ર 9 શહેરોને 4 સ્ટાર રેટિંગ: ગુજરાતમાંથી રાજકોટ ઉપરાંત અમદાવાદ અને સુરતની પસંદગી
હાઉસીંગ પ્રોજેક્ટને એલીટસ ઈનોવેશન પ્રોજેકટ કેટેગરીમાં એવોર્ડ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા
ભારતના સ્માર્ટ સિટી મિશન, ભારત સરકાર દ્વારા “ઇટ સ્માર્ટ સિટી ચેલેન્જ” યોજવામાં આવી હતી. જેમાં સ્માર્ટ સિટી અને સ્ટેટ કેપિટલ મળી કુલ 108 શહેરો સામેલ થયા હતાં, જેમાંથી પસંદ કરવામાં આવેલા 11 શહેરોમાં રાજકોટ પણ સામેલ
વન પ્લાનેટ સીટી ચેલેન્જ
અંતર્ગત રાજકોટ શહેરને નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા-2022નો ખિતાબ પ્રાપ્ત થયેલ છે: આ પહેલા પણ 2016, 2018 અને 2020માં પણ ખિતાબ પ્રાપ્ત થયો.
સ્વચ્છ સર્વેક્ષણ-2022માં રાજકોટ શહેરને ગુજરાતમાં 2જો ક્રમાંક: 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 7મો ક્રમાંક: રાજકોટ શહેરને બેસ્ટ સેલફ સસટેનેબ્લ સીટી નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયો.
રાજકોટ મહાનગરપાલિકાની ઓટીપી આધારીત ફરિયાદ નિવારણ સિસ્ટમને નેશનલઇ-ગવર્નન્સએ વોર્ડ પ્રાપ્ત થયો…ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત કુલ સાત આવાસ યોજનાઓને ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત:
ફાયર સર્વિસ ટીમની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત:
સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ‘ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ’ચેલેન્જ હેઠળ દેશના 113 શહેરોમાંથી પસંદ પામેલા ટોપ-11 શહેરોમાં રાજકોટની પસંદગી થઇ: રૂપિયા 01 કરોડનો પુરસ્કાર:
કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનમાં કાર્યરત સ્ટાફ માટે ફ્રીડમ ટુ વોક, સાઈકલીંગઅને રનની સ્પર્ધા યોજાઈ: રાજકોટ શહેરને રનીંગ તેમજ સાઈકલીંગની સ્પર્ધામાં પાંચમો ક્રમ અને વ્યક્તિગત સ્પર્ધામાં નેશનલ લેવલે ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો
કેન્દ્ર સરકારના એર ક્વોલિટી સુધારણા પ્રોગ્રામમાં રાજકોટનું સુંદર પરફોર્મન્સ: ગત સાલની તુલનાએ 15 ટકા કે તેથી વધુ સુધારો કરનાર દેશના ચાર શહેરોમાં રાજકોટનો સમાવેશ: પરફોર્મન્સ બેઇઝ્ડ ગ્રાન્ટ ફાળવણીમાં રાજકોટને વર્ષ 2023- 2024 માટે 100% ગ્રાન્ટ મળશે
ઈન્ડીયન સમાર્ટ સીટી એવોર્ડ કોમ્પીટીશન (ISAC2022)માં મનપાને વોટર કેટેગરી
માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો: તા. 27-28 સપ્ટેમ્બરના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુના વરદ હસ્તે એવોર્ડ સુપરત થશે :
કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સહયોગથી રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, બસ પોર્ટ, જનાના હોસ્પિટલનું નવનિર્માણ, સૌની યોજના હેઠળ આજી-1 ડેમ, ન્યારી-1 ડેમ અને ભાદર ડેમમાં નર્મદાના નીરનું અવતરણ, ગોંડલ ચોકડી અને માધાપર ચોકડી ખાતે નવા ફ્લાયઓવર બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સ મળેલ છે.
પાણી પૂરવઠા નેટવર્ક વધુ મજબૂત બનાવવા અનેકવિધ પ્રોજેક્ટસ કાર્યરત
- રૂ.50 કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતે 50 એમએલડી ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન અને ઈએસઆર-જીએસઆર
- રૈયાધાર ખાતે રૂ. 05 કરોડના ખર્ચે 50 એમએલડી ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન
- રૂ. 44 કરોડના ખર્ચે કાલાવડ રોડ ખાતે ઈએલઆર
- જુદા જુદા વિસ્તારોમાં તબક્કાવાર ડીઆઈ પાઇપલાઇનની કામગીરી.
શહેરને કચરાના ન્યુસન્સ પોઈન્ટ મુકત બનાવાયું
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન-2નું લોન્ચિંગ કરેલ છે. દિલ્હી ખાતે યોજાયેલ આ લોન્ચિંગ સમારોહમાં મેયરએ ભાગ પણ લીધેલ. આ સમારોહમાં પ્રધાનમંત્રીએ દેશમાં સ્વચ્છતા જળવાઈ તે બાબત પર ખૂબજ ગંભીરતાપૂર્વક ભાર મુક્યો હતો. આ અંતર્ગત જનજાગૃતિ અને હાથ ધરવાની થતી વિવિધ પ્રવૃતિઓ માટે વિવિધ યોજનાઓ પણ હાથ ધરાયેલ છે. રાજકોટ શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તે માટે સૌના પ્રયાસોથી અભિગમ આપવાનીશું તો ખૂબ જ સારૂ પરિણામ મળશે તેવી આશા સાથે, મેયર ડો.પ્રદિપ ડવે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગંદકીના ન્યુસન્સ પોઈન્ટના કારણે આજુબાજુના રહેવાસીઓને થતી મુશ્કેલીને ધ્યાને લઇ રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત અભિયાન શરૂ કરાયેલ.
લાયન સફારી પાર્ક બનાવાશે
ઝૂની પાછળના ભાગે રાંદરડા નર્સરી તરફના રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના અંદાજે 20 હેક્ટરથી વધુ જગ્યામાં એશિયાટીકલાયનસફારીપાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી, નવી દિલ્હી પાસેથી મંજુરી મેળવવામાં આવશે. મંજુરી મળ્યે એશિયાટીકલાયનસફારીપાર્ક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને તે માટે વર્ષ2023-24નાં બજેટમાં રૂા.200 લાખની જોગવાઈ રાખવામાં આવેલ છે.
નેશનલ ગેમ્સ હોકી અને સ્વિમિંગ રાજકોટના યજમાન પદે યોજાઈ
27-સપ્ટેમ્બર, 2022 થી 10-ઓક્ટોબર,2022 દરમ્યાન ગુજરાતમાં 36મી નેશનલ ગેઈમ્સ – 2022 યોજાયેલ જેમાં રાજકોટને હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ફાળવવામાં આવી હતી, જે રાજકોટ માટે ખુબ જ ગૌરવની વાત બની. આ ગેઈમ્સમાં ભારત વતી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લઇ ચુકેલા દેશના રમતવીરોએ ભાગ લીધો હતો.
તેઓએ રાજકોટ ખાતે કરાયેલા આ આયોજન અને ખેલાડીઓ માટે કરાયેલી વિવિધ સુવિધાઓનાં આયોજનની મુક્ત મને પ્રશંસા કરી હતી. સૌના સાથસહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકાએ નેશનલ ગેઈમ્સનું શાનદા સફળ આયોજન કરેલ.
ડો. પ્રદીપ ડવે મહાનુભાવો સાથે કરેલી મુલાકાતોની યાદગીરી
ડો. પ્રદીપ ડવની મેયરતરીકેની અઢી વર્ષની સફરમાં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેકેંયા નાયડુ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મોરેસીયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જૂગનાથ વગેરે સાથેની મુલાકાતોની યાદગીરી….
ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા ઝડપી પ્રયાસો
રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા અઢી વર્ષ દરમ્યાન કુલ રૂ. 393.53 કરોડના ખર્ચે પાંચ ફ્લાયઓવર બ્રિજ અને એક અન્ડરબ્રિજનું નિર્માણ કરી લોકોની સેવામાં અર્પણ કરેલ છે
- કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ
- કાલાવડ રોડ પર જ્ડુસ ફ્લાયઓવર બ્રિજ
- 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ
- 150 ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ
- સિવિલ હોસ્પિટલ ચોક ખાતે થ્રી-આર્મ ફ્લાયઓવર બ્રિજ
- સીડીએસ જનરલ બિપિન રાવત અન્ડરબ્રિજ (લક્ષ્મીનગર નાળું)
રાજકોટીયન્સ માટે ફરવા માટેનું નવુ સ્થળ બન્યું ‘રામવન’
રાજકોટ મહાનગરપાલિકાએ 47 એકર જમીનમાં રૂ. 18.06 કરોડના ખર્ચે રામ વન અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરી નાગરિકો માટે હરવા-ફરવા માટે એક નવું નજરાણું ઉપલબ્ધ બનાવેલ છે. પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત વિવિધ પ્રતિમાઓ રામ વનમાં પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.
શહેરભરમાં દોડતી થઈ ઈલેકટ્રીક બસો
ભારત સરકારના એકમ ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ (ડીએચઆઈ ) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-2 યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં 50 ઇલે. બસ મંજુર કરવામાં આવેલ. જે તમામ ઇલે. બસ હાલ રાજકોટ મહાનગરપાલિકાની જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે.જ્યારે Department of Heavy Industries (DHI)દ્વારા રાજકોટ માટે બીજા તબક્કામાં 100 ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 ઈલે. બસને બે દિવસ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવેલ છે.
અટલ સરોવર પ્રોજેક્ટ પૂર્ણતાના આરે
પ્રોજેક્ટ ખર્ચ:રૂ. 136કરોડ(15વર્ષના અને રેવેન્યુ શેરીંગ સાથે)1,00,000ચો.મી.વિસ્તારમાં વોટર બોડીનો વિકાસ તેમજ2,00,000ચોરસ મીટર જમીનમાં પેરિફેરલ ડેવલપમેન્ટ કરવામાં આવેલ છે. જેમાં આર્કિટેક્ચરલ ફીચર્સ જેમ કે પ્રોમેનેડ,ચિલ્ડ્રન પ્લે એરિયા,ટ્રાફિક ગાર્ડન,સિનિયર સિટીઝન ગાર્ડન,ઓપન જીમ,ગઝેબો,42 ગ્રામ હટ,ફ્લાવર બેડ,બોટનિકલ ગાર્ડન,સોલાર ક્લોક,સુપર ટ્રી,એન્ટ્રન્સ પ્લાઝા,વ્યુઇંગ ડેક,ભુલભુલામણી ગાર્ડન,ઈઈં આધારિત ગ્રીલ કમ્પાઉન્ડ વોલ,ટ્રેલીઝ, ટેનસાઈલ કેનોપી,એમ્ફીથિયેટર,પાર્ટી પ્લોટ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મૂળભૂત સુવિધાઓમાં7ટોયલેટ બ્લોક્,સિક્યોરિટી કેબિન, જજડસ્ટ બિન, 1ઓપન ફૂડ કોર્ટ, 1ક્લોઝ ફૂડ કોર્ટ,સાયકલ ટ્રેક,જોગિંગ ટ્રેક,અપર અને લોઅર પ્રોમેનેડ,જનરલ પાથ વે, 2પાર્કિંગ સ્ટ્રક્ચર,ફ્રેમવાળા એન્ટ્રી એક્ઝિટ ગેટ,કમ્પાઉન્ડ વોલ,ઇનલેટ સ્ટ્રક્ચર,આઉટલેટ સ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે.