છેલ્લા 30 વર્ષમાં કેન્સરના કેસોમાં 79 ટકાનો વધારો: વધતા કેસો પાછળ લોકોની જીવનશૈલી કારણભૂત
કેન્સરએ અસામાન્ય કોષના વિકાસને લગતા રોગોનું એક જૂથ છે જે શરીરના અન્ય ભાગોમાં આક્રમણ કરવા અથવા ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આ એક એવો રોગ છે જેને લઇને દરેક વ્યક્તિના મનમાં ડર હોય છે. ત્યારે હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો છે.જે પ્રમાણે 50 વર્ષ કે, તેનાથી નાની ઉંમરના લોકો વચ્ચે 2010થી 2019માં શરૂઆતી કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે. આ સમયગાળા દરમિયાન સૌથી વધુ ઝડપથી વિસ્તાર કરનાર કેન્સર ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ કેન્સર14.80 ટકાએ રહ્યુ છે, જે બાદ એન્ડોક્રાઈન કેન્સર રહ્યુ, જે 8.69 ટકા સુધી જોવા મળ્યુ.
જે બાદ કેન્સરનો સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો, તે બ્રેસ્ટ કેન્સર 7.7 ટકા છે. હાલના તબક્કે છેલા 30 વર્ષમાં 50 વર્ષથી ઓછી ઉંમરના 79 ટકા લોકોને કેન્સર ભરખી રહ્યો છે જે ચિંતાના સમાચારો છે. ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલનું કેન્સર પાચનતંત્રમાં કોઈ પણ સ્થળે પેદા થઈ શકે છે. જેમ કે ઈસોફેગસ, પેટ, નાના આંતરડા, કોલન, પેનક્રિયાજ, ગોલ બ્લેડર, બાઈલ ડક્ટ, લિવર, રેક્ટમ અને એનસ સામેલ છે. ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ કેન્સરનો ઝડપથી વિસ્તાર થવા છતાં, વર્ષ 2019માં 50 અને આનાથી નાની વય જૂથના લોકોમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળ્યા.
શા માટે કેન્સરનું જોખમ વધ્યું
કેન્સરના મામલામાં વધારાના ઘણા કારણ રહ્યા, જેમાં મેદસ્વીપણુ, સ્મોકિંગ, ખરાબ સ્લીપ પેટર્ન, ઝીરો ફિઝિકલ એક્ટિવિટી, ગેસોલીન, માઈક્રોબાયોટા અને કાર્સિનોજેનિક કમ્પાઉન્ડ્સનું રિસ્ક વગેરે સામેલ છે. રિપોર્ટ અનુસાર આ અભ્યાસની સૌથી ચિંતાજનક વાત એ રહી કે યુવાનોમાં કેન્સરના કેસ વધી રહ્યા છે અને ખરાબ લાઈફસ્ટાઈલ અને આવુ અનહેલ્ધી ખાણીપીણીની આદતોને અપનાવવાના કારણે થઈ રહ્યુ છે. મેદસ્વીપણુ, દારૂ, તંબાકુ, ખરાબ લાઈફસ્ટાઈલ, અપૂરતી ઊંઘ, વગેરે તમામ તકલીફો કોવિડ મહામારી દરમિયાન વધી ગઈ હતી.