ટાઉન પ્લાનીંગ શાખાએ વાડીના 10 મકાનના ઢોર રાખવાના વંડા તથા વાવેતર સાથેની જગ્યામાં ડિમોલેશન કરાયું
રાજકોટ શહેરમાં સરકારી પ્લોટ તથા ટી.પી.ની જગ્યામાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામો ઉપર રાજકોટ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું.મ્યુનિ. કમિશ્નર આનંદ પટેલના આદેશ અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વોર્ડ નં. 6 માં આવેલ પ્રદ્યુમન પાર્કની પાછળ આવેલ લાયન સફારી પાર્કની જગ્યામાં (ભીચરી રોડ) થયેલ ગેરકાયદેસર દબાણો દુર કરવા ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જેમાં વોર્ડ નં. 6 માં ઓલ પ્રદ્યુમન પાર્કની પાછળ આવેલ લાયન સફારી પાર્કની જગ્યામાં (ભીચરી રોડ) વાડીના મકાનો તથા ઢોર રાખવા માટેના વંડા (10 મકાનો), તોડી પાડી સવા બે કરોડની 9000 ચો.મી. જમીન ખુલી કરાઇ હતી.
જયારે વોર્ડ નં. 6 માં આવેલ પ્રદ્યુમન પાર્કની પાછળ આવેલ લાયન સફારી પાર્કની જગ્યામાં (ભીચરી રોડ) વાવેતર સાથેનો કબ્જોમાં રૂ. 60 કરોડની ર4 હજાર ચો.મી. જગ્યા ઉપરથી દબાણો દુર કરાયા હતા.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન)ના તમામ સ્ટાફ તથા રોશની વિભાગ, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર અને ઇમરજન્સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.