કચ્છના અખાતમાં વિશેષ સફારી પર્યટકો માટે શરૂ કરાશે
સૌરાષ્ટ્રના દરિયામાં મરીન પાર્ક બનાવવા સરકાર મહેનત કરી રહી છે જેથી મરીન પાર્ક બનતા જ પર્યટકો માટે ડોલ્ફિન શો યોજી શકાય. હાલ સૌરાષ્ટ્રના દરિયામાં 200 થી પણ વધુ ડોલ્ફિન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે દ્વારકા,ઓખા સહિત દરિયામાં સરકાર મરીન પાર્ક બનાવવા માટે મહેનત કરી રહ્યું છે. પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વ્તેર ફોરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવ જણાવ્યું હતું કે સરકાર એક વિશેષ ટ્રાન્સપોર્ટની રચના કરી રહ્યું છે જેમાં કોસ્ટ ગાર્ડ લોકલ પોલીસ અને વન્ય વિભાગને સાથે રાખી આ તમામ વિસ્તારો ની જાળવણી અને તેની સાર સંભાળ રાખશે એટલું જ નહીં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જૂજ બોટને પણ પરવાનગી આપશે જેથી પ્રવાસન વધુ ને વધુ વિકશે.
આ પ્રકારનો પ્રોજેક્ટ સરકાર કચ્છના અખાતમાં અને તેની આસપાસના વિસ્તારમાં પણ નિર્મિત કરવા માટે તૈયારી દાખવી છે. એટલું જ નહીં ઘણા ખરા સમયે માછીમારોની જાલમાં ડોલ્ફિન ફસાઈ જતી હોય છે ત્યારે તેને મુક્ત કરવા માટે એક વિશેષ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ડ્રાઈવમાં માછીમારોને વળતર પણ આપવામાં આવશે જેથી ડોલ્ફિનનું સંવર્ધન થઈ શકે. સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે જે રીતે ડોલ્ફિનની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેને જોઈ ડોલ્ફિન શો શરૂ કરવામાં આવે અને તેના માટે સૌરાષ્ટ્રના દરિયામાં મરીન પાર્ક ઉભા કરાશે જે પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
ડોલ્ફિન ઉપર અભ્યાસ કરી રહેલા જસપાલ આનંદે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં દરિયાના વિવિધ સ્થળો પર ડોલ્ફિન સતત દેખાતી હોય છે ત્યારે ડોલ્ફિનનું સંવર્ધન થાય તે જરૂરી છે. એ વાત સાચી છે કે હાલ 211 જેટલી ડોલ્ફિનો જોવા મળી છે પરંતુ ખતરા ની વાત એ પણ છે કે આ પ્રજાતિ લુપ્ત ન થાય તે માટે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે આ પૂર્વે વન વિભાગ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગરને આમલી બનાવ્યો હતો જેનું મુખ્ય કારણ એ હતું કે વાઘનું યોગ્ય રીતે સંવર્ધન થઈ શકે એવી જ રીતે હવે સરકાર પ્રોજેક્ટ ડોલ્ફિનને લોન્ચ કરી રહી છે જેથી ડોલ્ફિન પ્રજાતિનું રક્ષણ અને તેનું સંવર્ધન સરળતાથી થઈ શકે.