કલ્યાણપુર ગામના ખેડૂત પિતા- પુત્રએ તાંત્રિક વિધિથી સોનું મેળવવાની લાલચે દસ લાખ રૂપિયા ગુમાવ્યા
જામનગર સમાચાર
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂત પિતા-પુત્ર એક ચીટર ટોળકીની વાતોમાં ફસાઈ ગયા , અને તાંત્રિક વિધિથી સોનુ બનાવી આપવાની લાલચે રૂપિયા ૧૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે સમગ્ર મામલો શેઠ વડાળા પોલીસ મથકે પહોંચ્યો છે, અને અમદાવાદ- જુનાગઢ ના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ ચકચાર જનક બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ કથીરીયા નામના ૪૮ વર્ષના ખેડૂતે પોતાની પાસેથી તેમજ પોતાના પુત્ર સૌરવ પાસેથી કટકે કટકે દસ લાખ રૂપિયા ની રકમ મેળવી લઈ સોનુ બનાવી આપવાની લાલચે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે અમદાવાદના અનવર બાપુ, જુનાગઢ ના કેશુભાઈ, અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ખેડૂત જીતેન્દ્રભાઈ કથીરિયા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણમાં આવી ગયા હતા, અને તેના પર રૂપિયા ૩૦ લાખનું દેણું થઈ ગયું હોવાથી કરજા માંથી મુક્તિ મેળવવા માટે જૂનાગઢના કેશુભાઈ નો સંપર્ક કર્યો હતો. જેણે તાંત્રિક વિધિ થી ૧૦ લાખના એક કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી હતી, અને અમદાવાદના અનવર બાપુનો સંપર્ક કરાવ્યો હતો.
જેના દ્વારા એકના દસ ગણા રૂપિયા બનાવવા માટેનો ડેમો આપ્યો હતો અને રૂપિયા ૨૦ ની ચલણી નોટો એક હાંડા માં નાખીને પછી તેમાંથી ૫૦૦ રૂપિયા ની નોટ બનાવી દીધા નો ડેમો આપ્યો હતો.આવી જ રીતે તમારા દસ લાખ રૂપિયા આપો જેના એક કરોડ બનાવી આપવાની લાલચ આપી હતી, તેથી ખેડૂત દ્વારા અને તેના પુત્ર દ્વારા કટકે કટકે આંગડિયા મારફતે ૧૦ લાખ રૂપિયા મોકલાવી દીધા હતા. ત્યારબાદ અનવર બાપુ આવીને એક હાંડા માં તાંત્રિક વિધિ કરીને માટી અને પાણી નખાવ્યા હતા. આ વેળા એ તેઓની સાથે જૂનાગઢના કેશુભાઈ તથા અન્ય ત્રણ સાગરીતો જોડાયેલા હતા.
જે પાંચેય શખ્સોએ હાંડા ની તાંત્રિક વિધિ કરી પેક કરીને મૂકી દીધો હતો, અને થોડા દસ દિવસ પછીજ તેને ખોલવામાં આવશે ત્યારે તેમાંથી એક કરોડનું સોનું નીકળશે. તેવી લાલચ આપી હતી.જેનો ૨૦ દિવસ જેટલા સમય ગાળો વીતી ગયા થતાં અનવર બાપુએ હાંડો ખોલવાનો આદેશ કર્યો ન હતો. ત્યારબાદ ફરીથી પૂનમ એટલકે કે રક્ષાબંધનના દિવસે હાંડો ખોલવાથી તેમાંથી સોનુ નીકળશે તેવું પ્રલોભન આપ્યું હતું. તે સમય વીતી ગયો છતાં પણ અનવર બાપુએ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારનો હાંડો તમે ખોલશો તો નુકસાની થવાના ભય છે. તે જણાવી હાંડો ખોલવા દીધો ન હતો, અથવા તો દસ લાખ રૂપિયા ની માંગણી કરતાં તે રકમ આપવાનો પણ ઇન્કાર કર્યો હતો.
ખેડૂતને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યુ હતું. અને થોડા લાખનો સંપર્ક ર્ક્યો હતો, અને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કલ્યાણપુરના ખેડૂત સાથેની ચીટીંગ ની ફરિયાદમાં એલસીબી ની ટીમેં તપાસમાં ઝુકાવ્યું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કલ્યાણપુરના ખેડૂત જીતેન્દ્રભાઈ કથીરિયા ને ઠગ ટોળકીનો ભેટો થયો હતો, અને સોનુ બનાવવાની લાલચે દસ લાખ રૂપિયા ની રકમ પડાવી લીધી હતી. જે અંગે શેઠ વડાલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા પછી એલ.સી.બી.ની ટીમે તપાસમાં ઝુકાવ્યું છે, અને અમદાવાદના અનવર બાપુ જેને શોધવા માટે એક ટીમ અમદાવાદ પહોંચી છે, જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટેની બીજી ટીમ જુનાગઢ તપાસ કરી રહી છે. પ્રથમ તબક્કામાં એક વ્યક્તિ ની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને જામનગર લઈ આવી પૂછપરછ શરૂ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ ચીટિંગ ટોળકી પોલીસના હાથમાં આવી જાય તેમ મનાય છે.
ચીટીંગનો ભોગ બનેલા ખેડૂત દ્વારા આંટો ખોલવા માટે પોલીસ મથકમાં જમા કરાવ્યો
જામનગર જિલ્લાના જામજોધપૂર તાલુકા ના કલ્યાણપુર ગામના ખેડૂત એક ઠગ ટોળકીનો શિકાર બન્યા પછી તાંત્રિકે એક હાંડો બંધ કરીને મૂકી રાખ્યો હતો, જે ખોલવાથી સોનુ નીકળશે તેવી લાલચ આપી હતી પરંતુ હજુ સુધી ખોલવાનો સમય થયો નથી, અને તમે ખોલશો તો રકમ ગાયબ થઈ જશે, અથવા સોનું નહીં નીકળે તેમ કહી સમય કાઢી રાખ્યો હતો.જેથી પોતાના પૈસા ગુમાવાની ડરના કારણે હાંડો ખોલ્યો નથી, અને હજી સુધી પેક રાખ્યો છે.જે તે વખતે તેનું વજન કરાયું હતું અને હંડામાં ૩૬ કિલો વજન ભરેલું છે. જે હાંડો ચેક કરવામાટે પોલીસ મથકમાં જમા કરાવવાની અને પોલીસની હાજરીમાં ખોલવાની પ્રક્રિયાઓ હાથ ધરાશે.