બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલા શિસ્તભંગના પગલાંને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું
સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં એક એડવોકેટને રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરવા બદલ 5 વર્ષ માટે તેની સનદ સસ્પેન્ડ કરવાના બાર કાઉન્સિલના નિર્ણયને સમર્થન આપ્યું છે. સમગ્ર મામલે એડવોકેટએ તેના અસીલ પાસેથી મિલ્કતની પાવર ઓફ એટર્ની મેળવી મિલ્કતનો સોદો કર્યાનું ધ્યાને આવ્યું હતું.
જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ પંકજ મિથલની બનેલી બેંચ બીસીઆઈના નિર્ણયની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં વ્યાવસાયિક ગેરવર્તણૂકના કારણે વકીલને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
બાર કાઉન્સિલ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. બાર કાઉન્સિલને જાણવા મળ્યું હતું કે આ એક વ્યાવસાયિક ગેરવર્તણૂકનો કેસ હતો કારણ કે સ્વીકાર્યપણે અપીલકર્તાએ મિલકતના સંબંધમાં તેના પોતાના ક્લાયન્ટ પાસેથી જનરલ પાવર ઓફ એટર્ની લીધી હતી. તદુપરાંત અપીલકર્તા સામે કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા.
શિસ્ત સમિતિ સમક્ષ તેમનો જવાબ નીચે મુજબ વાંચવામાં આવ્યો હતો કે, પ્રતિવાદીએ રજૂઆત કરી કે તે રિયલ-એસ્ટેટ એજન્ટ તરીકે મિલકતો વેચવા અને ખરીદવા માટે રિયલ-એસ્ટેટના વ્યવસાય તરીકે પણ કામ કરતો હતો. તદનુસાર પ્રતિવાદીએ અસીલની મિલ્કત વેચવા માટેની વ્યવસ્થા કરી અને મિલકતના વેચાણ માટે પ્રતિવાદીને 2% કમિશન ચૂકવ્યું જેના પરથી એડવોકેટે રિયલ-એસ્ટેટ એજન્ટ તરીકે કાર્ય કર્યાનું ફલિત થયું હતું. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજદારના ઉપરોક્ત નિવેદન સૂચવે છે કે તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરતી વખતે રિયલ-એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા અને તે ગેરવર્તણૂક સમાન છે.