જન્માષ્ટમીનો લોકમેળો દર વર્ષે પ્રજા માટે લૂંટ મેળો
જેતપુર શહેરમાં વિવિધ સંસ્થા દ્વારા આયોજીત જન્માષ્ટમીનો લોકમેળો દર વર્ષે પ્રજા માટે લૂંટ મેળો બની જાય છે અને આયોજકો પ્રજાની સુવિધાનું ધ્યાન કે કાળજી રાખવાને બદલે મેળાનાસ્ટોલની હરાજી અધરો અધર મળતીયાઓને આપવામાં આવે છે ઉપરાંત હરાજી પણ કરવામાં નથી આવતી તેમજ ખરેખર નગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવામાં આવે છે જ્યારે જેતપુરમાં ઉલટી ગંગા છે સંસ્થાઓ મેળાનાં નામે લાખોની રોકડી કરી શહેર સેવાને બદલે સંસ્થા તેમજ ખિચા સેવા જ કરવામાં તલ્લીન રહે છે.
ઔદ્યોગીક શહેર જેતપુરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોંઘો અને કોઈ પણ પ્રકારની પ્રજાની સુરક્ષા કે સુવિધા વગરનાં જન્માષ્ટમી મેળાનું દર વર્ષ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. અને જે જગ્યા છે જીમખાના ગ્રાઉન્ડ ખરેખર આ જગ્યા રમત ગમતના હેતુ માટે રાખવામાં આવેલ છે તેમ છતાં મેળા માટે અધરો અધર ભાડે આપવામાં આવે છે. જેમાં ભાડા કરાર કે કોઈ પણ પ્રકારની સમજૂતી પણ થતી નથી તેમજ ટેન્ડર પ્રક્રિયા પણ થતી નથી. અને જે તે સંસ્થાઓ દ્વારા એક જ વ્યક્તિ જે રાજકીયવગ ધરાવતો હોય જેથી આખા મેળાની રાઇડ્સોની જાહેર હરાજી કર્યા વગર આપી દેવામાં આવતો હોય છે જેથી મધ્યમ વર્ગીય વેપારીઓનું આ મેળામાં સપનું રોળાય છે અને પાડાના વાકે પખાલી ડામ જેવી સ્થિતિ સર્જાય છે.
આ મેળામાં પ્રથમ તો જેતપુર શહેરના મેળામાં શહેરની સવાલાખ અને ૪૯ ગામોની બીજી સવાલાખ તેમજ અન્ય તાલુકાની અલગ એટલે કે અઢીથી ત્રણ લાખ લોકો મેળાની મજા માણે છે. પરંતુ આટલી જન મેદની જે જગ્યાએ ઉમટતી હોય તે વિશાળ હોવી જોઈએ અને તમામ બાજુથી ખૂલ્લી પણ પરંતુ શહેરના જીમખાના મેદાનમાં પ્રવેશવા અને બહાર નિકળવાના ૩૦ ફૂટ અને ૨૦ ફૂટની લંબાઈનો માત્ર બે જ ખૂલ્લા દરવાજા છે અને ચારે બાજુ ફેન્સીંગ અને ઈમારતો આવેલ છે. એટલે કે સુરક્ષાની દ્રષ્ટીએ કોઈકાળે પ્રવેશવાનો એક અને બહાર નીકળવાનો પણ માત્ર એક જ રસ્તો ચાલે જ નહી ઉપરાંત મેળામાં કયારેય એમ્બ્યુલન્સ અને ડોકટર ફાયર પાઈટર કે સીસી ટીવી કેમેરા તેમજ મેળામાં કોઈ અકસ્માત સમયે મેળામાં એમ્બ્યુલન્સ પ્રવેશવા કે બહાર નિકળવા માટે ઈમરજન્સી ડોર નથી અને પાર્કિંગનુંતે પૂછવાનું જ નહી જેને કારણે બસ સ્ટેન્ડ સામે સ્ટેટ હાઈવે કિનારે યોજાતા મેળાને કારણે મેળો માણવા આવલા લોકો પોતાના વાહનો બસ સ્ટેન્ડ આરામગૃહ તાલુકા પંચાયત કચેરી તેમજ જાહેર રોડ પર આડેધડ પાર્કિગં કરે છે.
મેળામાં સ્ટોલ ધારકોએ ખૂબ ઉંચી કિમંતે હરાજીમાંથી સ્ટોલ તેમજ ચકડોળ માટે જગ્યા ભાડે લીધી હોવાથી નપો રળવા માટે દિવસ અને સમય મુજબ ભાવો વસુલે છે જેમા સાતમ આઠમના દિવસવે તો રીતસરની ઉઘાડી લૂંટ જ ચલાવવામાં આવે છે. ચકડોળની એક ટીકીટના ૧૦૦ રૂપીયા જેટલી કિંમત વસુલવામા આવે છે. અને તેપણ સરકારને મનોરંજન કર ભર્યા વગર અને લાખો રૂપીયા મેળામાંથી રળી લીધા બાદ આયોજક જે તે સંસ્થા જાણે શહેરમાં સેવા ભાવ કરવા નિકળી હોયત ને મેળાની લાખોની આવકમાંથી ૫ થી ૧૦ ટકા જાહેરમાં દેખાડો થાય તેવી એકાદ યોજનામાં વાપરીને તેમાંય પોતાની મોંઘી તકતીઓ લગાવે છે. આમ શહેરની પ્રજા પાસેથી લાખો રૂપીયા રળી લેતો આ મેળો પ્રજા માટે લૂંટ મેળો ન બને અને પ્રજાની સુરક્ષા સાથે પણ કોઈ ચેડાન થાય તે ઈચ્છનીય છે.આ વખતે સાતમ આઠમના મેળામાં જાહેર મેળાની હરાજી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે.