ટેલિકોમ ઉદ્યોગમાં અત્યારે ગળાકાપ સ્પર્ધા છે અને ઓપરેટર્સ, ટાવર કંપનીઓ તા વેન્ડર્સે ટકી રહેવા માટે કોન્સોલિડેશનનો માર્ગ અપનાવ્યો હોવાી લગભગ ૭૫,૦૦૦ કર્મચારીએ નોકરી ગુમાવી છે.
મુશ્કેલીના સમયમાં ટકી રહેવા માટે કંપનીઓ તેમના બિઝનેસ બંધ કરી રહી છે, કામગીરી ઘટાડી રહી છે અને કાયમી તા કામચલાઉ બંને પ્રકારના સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરી રહી છે, પરિણામે ગયા વર્ષની સરખામણીએ ૨૫ ટકા કર્મચારીએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે અને હજુ ઘણાની નોકરીનો ભોગ લેવાશે.
લગભગ એક વર્ષ પહેલાં ટેલિકોમ ઉદ્યોગમાં અંદાજે ૩ લાખ લોકો કામ કરતા હતા અને છેલ્લા ૧૨ મહિનામાં તેમાંી ૨૫ ટકા બહાર ફેંકાઈ ગયા છે. એમ સર્ચ કંપની ઊખઅ પાર્ટનર્સના પાર્ટનર એ રામચંદ્રને કહ્યું હતું. તેમાંી મોટા ભાગના કર્મચારીઓને કંપનીઓએ અમુક મહિનાની નોટિસ અને ૩-૬ મહિનાનો બેઝિક પગાર આપીને નીકળી જવાની સૂચના આપી હતી. રામચંદ્રને ઉમેર્યું હતું કે, વેન્ડર કંપનીઓના સ્ટાફમાંી ૩૫-૪૦ ટકા સ્ટાફે સેક્ટરને છોડી દીધું છે જ્યારે ઓપરેટર્સે ૨૫-૩૦ ટકા કર્મચારી ગુમાવ્યા છે.
ઉદ્યોગમાં હવે ૨.૨૫ લાખ કર્મચારી છે અને તેમના મો પણ લટકતી તલવાર છે. ટેલિકોમમાં મુશ્કેલીભર્યો સમય હજુ લાંબો ચાલશે. એક વખત મર્જરની પ્રક્રિયા પૂરી ઈ જશે ત્યારે ઘણા કર્મચારીએ નોકરી છોડવી પડશે. જે કર્મચારી પાસે માત્ર ટેલિકોમ ઉદ્યોગમાં કામ આવે તેવી કુશળતા હશે તેમને બીજા ઉદ્યોગમાં નોકરી શોધવામાં ભારે મુશ્કેલી પડશે. આવા કર્મચારીની સંખ્યા મિડલ અને સિનિયર લેવલમાં વધારે છે.
કર્મચારીની ભરતી કરતી કંપની અઇઈ ક્ધસલ્ટન્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિવેક મહેતા કહે છે કે, ટેલિકોમ સેક્ટરના લગભગ ૫૦ ટકા કર્મચારી મિડલ મેનેજર છે અને આમાંી ઓછામાં ઓછા ૨૫-૩૦ ટકાએ નોકરી છોડી દીધી છે અવા કંપનીએ તેમને કાઢી મૂક્યા છે.આમ, મિડ-સેગમેન્ટના ૨૦,૦૦૦ જેટલા કર્મચારી હવે આ ઉદ્યોગ સો ની.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અંદાજ પ્રમાણે ૨૦૧૭ દરમિયાન લગભગ ૧૫ લાખ લોકોએ નોકરી ગુમાવી છે અને સામે ભરતીનું પ્રમાણ ઘણું ઓછું છે.
ઘણી કંપનીઓની કોન્સોલિડેશન કવાયત અત્યારે મંજૂરીના તબક્કામાં છે અને એક વખત આ પ્રક્રિયા પૂરી ઈ જશે એટલે ઘણી નોકરીઓનો પણ ભોગ લેવાશે. હજુ ઓછામાં ઓછા ૧૫ ટકા કર્મચારી ઘટશે. એમ મહેતાએ ઉમેર્યું હતું.
રિક્રુટર્સ જણાવે છે કે, ટેલિકોમ સેક્ટરને જેમ બને તેમ ઝડપી છોડી દેવા માંગતા કર્મચારીઓ તરફી અઢળક અરજીઓ મળી રહી છે.
આવી અરજીઓની સંખ્યામાં ૩૫-૪૦ ટકાનો ઉછાળો યો છે. આ સેક્ટરના કર્મચારીઓ ઓછા પગારે કામ કરવા અને જરૂર પડે તો ઇ-કોમર્સ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ કે ઋખઈૠ સેક્ટરમાં જવા માટે પણ તૈયાર છે.