કાશ્મીરમાં બાંદીપુરાના હાજીનમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અથડામણમાં બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કરના આતંકી લખવીનો ભાણિયો ઠાર મરાયો છે. લખવી લશ્કર-એ-તોઇબાનો આતંકી છે. લખવી 2008ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી છે. અથડામણમાં IAF ગરુડનો એક જવાન શહીદ થયો છે, જ્યારે બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. કાશ્મીરના જકુરા વિસ્તારમાં આતંકીઓના હુમલામાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર શહીદ થઇ ગયા હતા અને એક પોલીસકર્મી ઘવાયો હતો. કારમાં સવાર ત્રણ આતંકીઓએ શ્રીનગર-ગંદરબાલ રોડ પર નિયુક્ત પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યુ હતું. તેમાં સબ ઇન્સ્પેક્ટર ઇમરાન ટાકનું ગોળી વાગવાને કારણે મોત થયું હતું જ્યારે એસપીઓ ઘવાયો હતો. જોકે, પોલીસે કારનો પીછો કરીને એક આતંકીને પકડી પાડ્યો હતો. બે આતંકીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. બંનેને ઝડપવા સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત