ભારત સિવાય તેઓ ૨ લાખ ઈકો સ્પોર્ટનું વેચાણ કરી ચુકયા છે
ફોર્ડ કાર ભારતીયોની ફેવરીટ ગાડીઓમાં સ્થાન ધરાવતી લોકપ્રિયતા મેળવી ચૂકી છે જેનું હવે નવું મોડેલ ઈકોસ્પોર્ટ ભારતમાં લોન્ચ થયું છે. આ મોડેલ દ્વારા ફોર્ડ નવા સેગમેન્ટ સાથે વેચાણ વધારવા માગે છે. વેચાણમાં વૃદ્ધિ લાવવાના હેતુથી બનાવાયેલી આ ઈકોસ્પોર્ટ કારની કિંમત ‚પિયા ૭.૩૧ લાખ અને ‚પિયા ૧૦.૯૯ લાખની વચ્ચે રાખવામાં આવી છે.
ઈકોસ્પોર્ટનું નવું વર્ઝન પેટ્રોલ અને ડિઝલ બન્ને એન્જીનના વિકલ્પો ધરાવે છે. ઈકોસ્પોર્ટના લોન્ચિંગ કાર્યક્રમના ફોર્ડના માર્કેટીંગ, સેલ્સ, ફાઈનાન્સના નિયંત્રક સતિષ વર્માએ જણાવ્યું હતું. હાલ જે રીતે ચાલી રહ્યું છે અમે તેનાથી પણ વધુ અપેક્ષાઓ ધરાવી રહ્યા છીએ. વર્તમાન સમયમાં અમો દર મહિને ઈકો ફોર્ડની ૪૦૦૦ થી ૪૫૦૦ જેટલા યુનિટો વહેંચી રહ્યા છીએ. જેને હજુ વધારવાની કંપની ક્ષમતા ધરાવે છે.
વર્માએ જણાવ્યું હતું કે, ઈકોસ્પોર્ટ એસયુવી સેગમેન્ટ લોન્ચ પહેલા જ લોકપ્રિયતા મેળવી ચૂકી છે પરંતુ આ સેગમેન્ટનો લક્ષ્યાંક આગામી પાંચ વર્ષોમાં સૌથી વધુ વેપાર વૃદ્ધિ કરવાનો છે. કારણકે ભારતના લોકોનું હાલ કાર મામલે એસયુવી તરફનું વલણ વધી રહ્યું છે. ફોર્ડ પંજાબ અને નોર્થ સ્ટેટમાં પણ સારો એવો નફો રણી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ ફોર્ડ ૫૦ દેશોમાં નિકાસ કરી રહ્યું છે. જે હવે આ વર્ષથી નોર્થ અમેરિકામાં પણ વાહનોનું વેચાણ કરશે. ભારત સિવાય તેઓ ૨ લાખ ઈકો સ્પોર્ટનું વેચાણ કરી ચુકયા છે. જયારે તેમને જીએસટી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે હાલ તેમના માટે જીએસટી પડકારજનક જ‚રથી છે, પરંતુ લાંબાગાળે તે ફાયદાકારક સાબિત થશે.