કેન્દ્ર સરકાર એવી કંપની વિરુઘ્ધ સકંજો કસવા જઈ રહી છે જે પોતાના કર્મચારીઓને પ્રોવિડન્ડ ફંડ નથી આપતી
કેન્દ્ર સરકાર એવી કંપની વિરુઘ્ધ સકંજો કસવા જઈ રહી છે. જે પોતાના કર્મચારીઓને પીએફ નથી આપતી. સરકાર ક્ધસ્ટ્રકશન સેકટરમાં કામવાવાળી કંપનીનો રેકોર્ડની તપાસ કરશે અને પોતાના કર્મચારીઓને પીએફની સુવિધા ન આપવાથી બચવા માટે ડેટામાં ગડબડી કરનાર કંપની વિરુઘ્ધ કડક પગલા ભરશે તેવું જણાઈ રહ્યું છે.
સરકારનો હેતુ ક્ધટ્રકશન સેકટરમાં કામ કરતા તમામ કર્મચારીઓને પી.એફ.ની સુવિધા આપવાનો છે.
હાલમાં દેશમાં ક્ધસ્ટ્રકશન સેકટરમાં ૪ કરોડ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
જેમાં માત્ર ૧૧ લાખ કર્મચારીઓને પીએફની સુવિધા મળી રહી છે. કર્મચારી ભવિષ્ય નીધી સંગઠન ક્ધટ્રકશન સેકટરમાં કામ કરનાર કર્મચારીને પી.એફ સુનિશ્ર્ચિત કરાવવા ઈન્સ્પેકશનમાં ઝડપ આવી છે.
જેનાથી નિયમાનુસાર પોતાના કર્મચારીઓને પી.એફ. બેનીફીટ ન દેનાર કંપનીનું નામ બહાર આવશે.
તાજેતરમાં ક્ધટ્રકશન સેકટરમાં સીબીટીની પેટા સમિતિની બેઠકમાં સેન્ટ્રલ પીએફ કમિશનર ડો.વી.પી.જવોયએ જણાવ્યું હતું કે, ઈન્સ્પેકટરો ન હોવાને લીધે અપુરતા સ્ટાફથી ક્ધટ્રકશન ક્ષેત્રમાં અને ઉંડી તપાસ કરી શકયા નથી.