સુતા બાદ માણસને વિચિત્ર સપનાઓ આવતા હોય છે ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવી અજીબ હરકતો સપનામાં થતી હોય છે તો અમુક વખત આપણે ભુતના સપના પણ આવતા હોય છે. ત્યારે યુનિવર્સિટી ઓફ એડિલેન્ડના એક રિસર્ચ જણાવ્યું હતું કે અમુક ટેકનિકોથી તમે તમારા સપનાઓ પર નિયંત્રણ રાખી શકો છો. જેનું નામ છે લુસિડ ડ્રીમ…..
લુસિડ ડ્રીમ શું છે ?
લુસિડ ડ્રીમ મતલબ તમે તમારા સપના મનની મરજી પ્રમાણે જોઇ શકો છો જેમાં તમે અર્ધનિન્દ્રામાં હોય અને સપનાનાં કરેક્ટર જાતે નક્કી કરો છો. આ રીતે અર્ધનિન્દ્રામાં ધારલે મનપસંદ વિચારો કરો તો તમને તે પ્રમાણે સપના આવી શકે છે. જો તમે પાંચ કલાકની ઉંઘ પુરી કરીને ઉઠો તો ત્યારબાદ રેમ ઉંઘની દુનિયામાં જતુ રહે છે જ્યાં સૌથી વધુ સપના આવે છે. ભરનિંદ્રામાંથી ઉઠીને સુઇ જવાથી સપના યાદ રહે છે.