ડેપ્યુટી મેયર બનવા માટે 10 કોર્પોરેટરોએ ઇચ્છા વ્યકત કરી: ખડી સમિતિના ચેરમેનપદ માટે સાત મજબૂત દાવેદારો: હવે દડો પ્રદેશના દરબારમાં
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. પ્રદિપ ડવ સહિતના પાંચેય મુખ્ય પદાધિકારીઓની મુદત આગામી 1રમી સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. નવા પદાધિકારીઓની પસંદગી કરવા માટે ગઇકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મેયર પદની હદે પછીની અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત હોય શહેરના પ્રથમ નાગરીક બનવા માટે 13 નગર સેવિકાઓએ ઇચ્છા વ્યકત કરી હતી. ડેપ્યુટી મેયર પદ માટે 10 નગરસેવકોએ પોતાની દાવેદારી રજુ કરી હતી. જયારે ખડિ સમિતિના ચેરમેન પદ માટે 7 મજબુત દાવેદારો છે. મેયર સિવાયના અન્ય ચાર હોદા પૈકી કોઇપણ હોદો આપવામાં આવે તો અમે રાજી છીએ તેવી ઇચ્છા પણ ચાર કોર્પોરેટરોએ રજુ કરી હતી. પ્રદેશ ભાજપ દ્વારા પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર અને બ્રિજરાજસિંહ ઝાલાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી કરતા પૂર્વ દાવેદારો સાંભળવા માટે નીરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા હતા. શહેર ભાજપ કાર્યાલય ખાતે દિવસભર સેન્સ ચાલી હતી.
રાજકોટના પ્રથમ નાગરીક બનવા માટે કુસુમબેન ટેકવાણી, નયનાબેન પેઢડીયા, રસિલાબેન સાકરિયા, વર્ષાબેન પાંધી, ડો. દર્શનાબેન પંડયા, દક્ષાબેન વાસાણી, ડો. રાજેશ્રીબેન ડોડીયા, જયોત્સનાબેન ટિલાળા, ડે.મેયર કંચનબેન સિઘ્ધપુરા, રૂચિતાબેન જોશી, અનિતાબેન ગોસ્વામી, કિર્તિબા રાણા અને ભારતીબેન પરસાણાએ નિરીક્ષકો સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. જયારે ડેપ્યુટી મેયર પદ માટે ડો. અલ્પેશભાઇ મોરઝરીયા, નરેન્દ્રસિંહ જાડેજા (ટિકુભા),બાબુભાઇ ઉઘરેજા, પરેશભાઇ પીપળીયા, પરેશભાઇ પીપળીયા (પી.પી.), ભાવેશભાઇ દેથરીયા, જીતુભાઇ કાટોળીયા, ચેતનભાઇ સુરેજા, નિરૂભા વાઘેલા અને સંજયસિંહ રાણાએ નિરીક્ષકો સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી.
મહાપાલિકામાં સૌથી શકિતશાળી ગણાતી ખડિ સમિતીના ચેરમેન પદ માટે પણ સાત-સાત મજબુત દાવેદારો છે. મનિષભાઇ રાડિયા, દેવાંગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, અશ્ર્વિનભાઇ પાંભર, નીતીનભાઇ રામાણી અને કેતનભાઇ પટેલે દાવેદારી કરી છે. આ ઉપરાંત નિલેશભાઇ જલુ, બીપીનભાઇ બેરા, વિનુભાઇ સોરઠીયા અને મગનભાઇ સોરઠીયાએ મહિલા સિવાય અન્ય ચાર હોદાઓ પૈકી કોઇપણ હોદો આપવામાં આવશે તો ચાલશે તેવી ઇચ્છા વ્યકત કરી હતી. શહેર ભાજપની સંકલન બેઠક મળી શકી ન હતી હવે પાર્લામેન્ટરી બોર્ડના દિવસે પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના નિવાસ સ્થાને સંકલન બેઠક મળશે. જેમાં ચર્ચા કરવામાં આવશે.
મેયર પદના દાવેદાર
- કુસુમબેન ટેકવાણી
- નયનાબેન પેઢડીયા
- રસિલાબેન સાકરિયા
- વર્ષાબેન પાંઘી
- ડો.દર્શનાબેન પંડયા
- દક્ષાબેન વાસાણી
- રાજશ્રીબેન ડોડીયા
- જયોત્સનાબેન ટિલાળા
- કંચનબેન સિઘ્ધપુરા
- રૂચિતાબેન જોશી
- અનિતાબેન ગોસ્વામી
- કિર્તિબા રાણા
- ભારતીબેન પરસાણા
ડે.મેયર પદના દાવેદાર
- ડો.અલ્પેશ મોરઝરીયા
- નરેન્દ્રસિંહ જાડેજા
- બાબુભાઇ ઉઘરેજા
- પરેશભાઇ પીપળીયા
- પરેશ પીપળીયા
- (પી.પી.)
- ભાવેશ દેથરિયા
- જીતુભાઇ કાટોળીયા
- ચેતન સુરેજા
- નિરૂભા વાઘેલા
- સંજયસિંહ રાણા
સ્ટેન્ડીંગ ચેરમેન પદના દાવેદાર
- જયમીન ઠાકર
- મનિષ રાડિયા
- દેવાંગ માંકડ
- નેહલ શુકલ
- અશ્ર્વિન પાંભર
- નીતિન રામાણી
- કેતન પટેલ
શાસક નેતા – દંડક માટેના દાવેદારો
- નિલેશભાઇ જલુ
- બીપીન બેરા
- વિનુભાઇ સોરઠીયા
- મગનભાઇ સોરઠીયા
મેયરપદ માટે આ ચાર નામોની પેનલ બને તેવી સંભાવના
વિધાનસભા વાઇઝ એક-એક નામ પેનલમાં લેવાશે
રાજકોટ મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગી કરવા માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ જવા પામી છે. દરમિયાન શહેર ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ એક-એક નામને લઇ ચાર મહિલા નગર સેવિકાના નામોની પેનલ બનાવવામાં આવે તેવી શકયતા હાલ જણાય રહી છે. વિધાનસભા પૂર્વ બેઠકમાંંથી નયનાબેન પેઢડિયા, વિધાનસભા પશ્ર્ચિમ બેઠકમાંથી ડો. દર્શનાબેન પંડયા, વિધાનસભા – દક્ષિણ બેઠકમાંથી કિર્તિબા રાણા અને વિધાનસભા ગ્રામ્ય બેઠકમાંથી ભારતીબેન પરસાણાનું નામ લઇ પેનલ મનાવવામાં આવશે. જયારે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પર માટે મનિષ રાડીયા, દેવાંગ માંકડ, અશ્ર્વિન પાંભર અને કેતન પટેલના નામની પેનલ બનાવવામાં આવશે તેવું હાલ જણાય રહ્યું છે.
કોર્પોરેટરોનું જબરદસ્ત લોબીંગ હવે ગાંધીનગર સુધી છેડા લગાવાશે
કોર્પોરેશનના પદાધિકારી બની લાલ લાઇટ વાળી ગાડીમાં ફરવાના ઓરતા પુરા કરવા માટે ભાજપના એકાદ ડઝનથી વધુ કોર્પોરેટરોએ નીરીક્ષકો સમક્ષ જબરદસ્ત લોબીંગ કરાવ્યું હતું. શહેરના સીનીયર નેતાઓને પણ પોતાનું નામ ચલાવવા વિનંતી કરી હતી. હવે જયારે નીરીક્ષકો નામ લઇ ગયા છે. ત્યારે ગાંધીનગરના છેડા શોધવા લાગ્યા છે. અમુક તો ગાંધીનગરમાં પણ ભલામણ કરવા લાગ્યા છે.