શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયું હોવાનો કેસ સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કસ્ટમ વિભાગે આજરોજ દુબઇથી અમદાવાદ લવાતું રૂપિયા 17.75 લાખનું સોનું ઝડપી લીધું છે. દુબઇથી લવાતા માલમાં ચેકિંગ દરમિયાન સોનાનું બિસ્કિટ અને દાગીના ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે. કસ્ટમ વિભાગે સોનું કબ્જે લઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ઝડપાયા હોવાના અવારનવાર કિસ્સા બનતાં રહે છે. મોટાભાગે દુબઇથી અમદાવાદ સોનું લાવવાના કેસ જોવા મળે છે. કેમ કે દુબઇમાં સોનાના કિંમત ઓછી હોય છે અને બીજા બધા દેશની સરખામણીમાં દુબઇમાં શુદ્ધ સોનું મળે છે. જેના કારણે લોકો દુબઇથી સોનું લાવતાં હોય છે.