દારૂના નશામાં બફાટ કરતા હતા અગાઉ લોક દરબારમાં દારૂ-જુગાર અંગે પોતે રજૂઆત કરી ‘તી
તાજેતર માં સીટી પોલીસ મથક માં યોજાયેલ ડીવાયએસપી ના લોકદરબાર માં દારુ જુગાર અંગે રજુઆત કરનારા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ખુદ પીધેલી હાલત માં ઝડપાતા શહેર માં ચર્ચાનો વિષય બન્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ ગત સાંજે તાલુકા પીએસઆઇ જે.એમ.ઝાલાને ગુંદાળા રોડ પર આવેલી ડેકોરા સીટી માં રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા દારુ પી બકવાસ સાથે ખેલ કરતા હોવાની માહીતી મળતા પોલીસ ડેકોરા સીટી દોડી જઇ આશિષભાઈ ને તેમના રહેણાંક મકાન ની છત પર થી દારુ પીધેલી હાલત મા જડપી લઇ કાર્યવાહી કરી હતી.
આ અગાઉ પણ આશિષ કુંજડીયા પીધેલી હાલત માં તેમની ઓફીસે થી જડપાયા હતા.
ઉલ્લેખનીય છેકે તાલુકા માં એસએમસી દ્વારા દારુનો મોટો જથ્થો જડપાયા ની ઘટના માં આશિષભાઈ કુંજડીયા અને કોંગ્રેસ દ્વારા એસએમસી ની કામગીરી ને બીરદાવી દારુના દુષણ ને નાથવા તાલુકા પોલીસ મા આવેદનપત્ર અપાયુ હતુ.
બનાવ ના પગલે શહેર મા ચકચાર જાગી છે.