રાજકોટ સહિત અનેક શહેરોમાં ફાર્મા યુનિટ સ્થાપવા કંપનીઓની હોડ: 800થી વધુ કંપનીઓ ઉત્પાદન શરૂ કરશે
ગુજરાત ફાર્માસ્યુટિકલ નું હબ બની ગયું છે ત્યારે હવે સાણંદ ખાતે 800 થી વધુ ફાર્મા યુનીટો પોતાનું ઉત્પાદન શરૂ કરશે જે માટે સરકાર તરફથી તેઓને લાઇસન્સ પણ મળી ગયા છે એટલું જ નહીં ગુજરાતમાં વધુ 3000 કરોડ રૂપિયાનું રોકાણ ફાર્મા ક્ષેત્રે આવશે તેવી સ્પષ્ટતા પણ થઈ ચૂકી છે. સાણંદ એકમાત્ર એવું ગામ હશે કે જ્યાં ફાર્મા ક્ષેત્રે 2200 કરોડ રૂપિયાનો રોકાણ કરાશે જેમાં ગેમબલ જેવી હતી પ્રચલિત કંપનીઓ પોતાનું યુનિટ સાણંદ ખાતે સ્થાપશે અને પાચન અને વેલનેસ ક્ષેત્રે દવાઓનું ઉત્પાદન પણ કરશે. એટલું જ નહીં કફની તકલીફ માટે ફાર્મા કંપનીઓ વધુ 150 કરોડના ખર્ચે વિવિધ ફાર્મા યુનિટો ઉભા કરી ઉત્પાદન શરૂ કરશે. હાલા તમામ પરિસ્થિતિને ધ્યાને લઇ સરકારે જમીનની ફાળવણી પણ કરી દીધી છે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગની કંપનીઓ ફાર્મા હેલ્થ કેર અને વેલને ક્ષેત્રમાં જંગી રોકાણ કરવા માટે સજ થયું છે અને છેલ્લા ત્રણ વર્ષમાં 800 નવા યુનિટો જે ગુજરાતમાં ઊભા થશે તે માટે લાઇસન્સ પણ આપી દેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રતિમાસ 10 થી વધુ અરજીઓ ડ્રગ લાયસન્સ અને ઉત્પાદન યુનિટ ઉભા કરવા માટે આવી રહી છે. મારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાણંદ બાદ ગુજરાતમાં વલસાડ, ભરૂચ,કડી,વ ડોદરા અને રાજકોટ સહિતના અનેક સ્થળો ઉપર ફાર્મા પ્લાન્ટ શરૂ થશે. સાણંદ ખાતે વિક્સ બ્રાન્ડ દ્વારા ઈનહેલર અને વેપોરબ નું પણ ઉત્પાદન શરૂ કરવા માટે સરકારે મંજૂરીની મહોર લગાવી છે ત્યારે વાત સ્પષ્ટ છે કે ગુજરાત ફાર્માસ્યુટિકલ નું હપ્તો છે પણ સાથોસાથ વધુ 3000 કરોડ રૂપિયાનું રોકાણ આ ક્ષેત્રે આવતા વિશ્વમાં એક અલગ છબી ગુજરાતની ઊભી થશે.