ચંદ્રયાન-3 મિશનને સફળતા મળી છે. તેને ચંદ્રની સપાટી ઉપર સલ્ફર સહિતના ખનીજો અને ઓકિસજન હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે હાલ હાઇડ્રોજનની શોધ ચાલી રહી છે.
ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરમાં લગાડવામાં આવેલા એક યંત્રએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓક્સીજન હોવાની પુષ્ટિ કરી છે. આ કામ તેમાં લાગેલા પેલોડ એટલે કે યંત્ર લેઝર ઇન્સ્યૂસ્ટ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપીએ કર્યું છે. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું આ પહેલું ઈન સીટૂ એક્સપેરિમેન્ટ હતો. આ ઉપરાંત હાલ હાઇડ્રોજનની શોધ કરી રહ્યું છે. જો ઓક્સીજન પછી હાઇડ્રોજન પણ મળશે તો ચંદ્ર પર પાણી બનાવવું સહેલું થઇ જશે.
હવે હાઇડ્રોજનની શોધ ચાલુ, જો તે મળી જાય તો ચંદ્ર ઉપર પાણી બનાવી શકાશે
લિબ્સ ચંદ્રની સપાટી પર તીવ્ર લેઝર કિરણ ફેંકીને તેનું એનાલિસિસ કરે છે. આ લેઝર કિરણ અત્યંત તીવ્રતાની સાથે પથ્થર કે માટી પર પડે છે. જે ત્યાં એકદમ ગરમ પ્લાઝ્મા પેદા કરે છે. ઠીક એવી જ રીતે જેમ કે સૂરજ તરફથી આવે છે. પ્લાઝ્માથી નીકળતી રોશની તે જણાવે છે કે સપાટી પર કેવા પ્રકારના ખનીજ કે રસાયણો રહેલા છે.
ઈસરોએ ટ્વીટ કરતા લખ્યું- રોવર પર લાગેલા લેઝર પ્રેરિત બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ ઉપકરણ પહેલી વખત ઇન-સીટૂ માપની મદદથી દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રની સપાટી પર સલ્ફરની ઉપસ્થિતિ સ્પષ્ટ રીતે પુષ્ટિ કરે છે. જેવું કે અપેક્ષિત હતું એલ્યુમીનિયમ, કેલ્શિયમ, આયરન, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેગનેઝી, સિલિકોન અને ઓક્સીજનની પણ ભાળ મેળવી છે. હાઇડ્રોજનની શોધ ચાલી રહી છે.