ટંકારાથી વૃધ્ધ ચાલીને સોમનાથ પહોંચે તે પહેલા પરલોક પહોંચ્યા
ગોંડલ સરકારી હોસ્પિટલમાં પોલીસ ચોકીમાંથી વૃદ્ધ બેહોશ હાલતમાં મળી આવતાં ડોકટરે મૃત જાહેર કર્યા છે.ગોંડલ સરકારી હોસ્પિટલના કંપાઉન્ડમાં છેલ્લા બે દિવસ થી પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતાં વૃદ્ધને હોસ્પિટલ માં દાખલ ન કરતા પોલીસ ચોકીની અંદર રાત્રીના સમયે સુઈ જતાં સવારે બેહોશ હાલતમાં મળી આવતાં ડોકટરે મૃત જાહેર કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી
વધુ વિગત મુજબ બે દિવસ પહેલાં રોડ ઉપર પેટના દુખાવાની ફરિયાદ ને લઈને 108 એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવામાં આવતાં વૃદ્ધ ને પ્રાથમિક સારવાર આપી જવા દેવામાં આવ્યા હતા આ વૃદ્ધ પવિત્ર શ્રાવણ માસમાં પોતાના ગામ લજાઈ તાલુકો ટંકારા જીલ્લો મોરબી થી પગપાળા સોમનાથ મહાદેવ ના દર્શનાર્થે જઈ રહ્યા હતાં અચાનક પેટમાં દુખાવો ઉપાડતા ગોંડલ હોસ્પિટલ માં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા પરંતુ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવાની તસ્દી ડોકટર દ્વારા લેવામાં ન આવતાં બે દિવસ થી વૃધ્ધ હોસ્પિટલ કંપાઉન્ડમાં આટાફેરા કરતાં હતાં અને રાત્રે પોલીસ ચોકીમાં સુઈ જતાં હતાં આજે સવારે હોસ્પિટલના ચોકીદાર લાઈટ બંધ કરવા જતાં વૃદ્ધ બેહોશ હાલતમાં મળી આવતાં ડોકટરને જાણ કરતાં વૃદ્ધ ને મૃત જાહેર કરતાં હોસ્પિટલની બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો કર્યાં હતાં મૃતક વૃદ્ધ ની પોલીસે તપાસ કરતાં ટંકારા પાસે આવેલ લજાઈ ગામના મોતીભાઈ ખોડાભાઈ મહોત ઉ.વ. 67 નુ જણાઈ આવતાં તેમના પરિવાર નો સંપર્ક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.